Advertisement
Author: નોબત સમાચાર

ટ્રમ્પે તમામ વિદેશી કારો પર ૨૫% ટેરિફ ઝીંકી દેતા ઓટો સેકટરમાં ખળભળાટ

અમેરિકામાં થતા કારોના પ્રોડકશનને મુકતીઃ બીજી એપ્રિલથી થશે અમલઃ અનેક દેશોને ફટકોઃ વૈશ્વિક પડઘાઃ ભારતને પણ થશે અસર

વોશિંગ્ટન તા. ૨૭: ટ્રમ્પે અમેરિકામાં આયાત થનારી તમામ વિદેશીકારો પર ૨૫% ટેક્ષ ઝીંકયો છે. ટ્રમ્પના આ નિર્ણયથી સમગ્ર વિશ્વના ઓટો સેકટરમાં ખળભળાટ મચ્યો છે. જાપાન-કેનેડા-જર્મની-દ.કોરિયા-યુરોપને ફટકો પડયો છે. ભારતને પણ અસર થઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ મામલે સતત સક્રિય જોવા મળી રહૃાા છે, એવામાં ટ્રમ્પે અચાનક એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી તમામ વિદેશી કારો પર ૨૫ ટકા ડ્યુટી લગાવવાની જાહેરાત કરી છે. તેમણે કહૃાું કે આ ટેરીફ કાયમી રહેશે, જે ૨જી એપ્રિલથી અમલમાં આવશે, ટેરીફ વસૂલવાની શરૂઆત ૩ એપ્રિલથી થશે.

વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહૃાું, યુનાઇટેડ સ્ટેટ્સમાં ન બનેલી બધી કાર પર ૨૫ ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ કાયમી રહેશે. અમે હાલમાં લાગુ ૨.૫ ટકા ટેરિફથી શરૂઆત કરીશું અને પછી તેને ૨૫ ટકા સુધી વધારીશું. ટ્રમ્પે એમ પણ કહૃાું કે આ પગલાથી અમેરિકાના આર્થિક વિકાસને વેગ મળશે. તેમણે કહૃાું આ ટેરીફ વિકાસને એવો વેગ આપશે જે તમે પહેલાં કયારેય નહીં જોયો હોય. પરંતુ જો તમે અમેરિકામાં તમારી કાર બનાવશો, તો તેના પર કોઈ ટેરિફ નહીં લાગે. ટ્રમ્પના આ નિર્ણયથી ઓટો સેકટરમાં ખળભળાટ મચ્યો છે.

મેક્સિકો અમેરિકામાં કારનો સૌથી મોટો નિકાસકાર દેશ છે છે. તે પછી દક્ષિણ કોરિયા, જાપાન, કેનેડા અને જર્મનીનો ક્રમ આવે છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર ફેબ્રુઆરીમાં આયાતી વાહનો પર ૨૫% ટેરિફ વિશે વાત કરી હતી. ટ્રમ્પની જાહેરાત મુજબ આ ટેરિફ ૨ એપ્રિલથી અમલમાં આવશે. ટ્રમ્પે આ દિવસને 'લિબરેશન ડે' ગણાવ્યો છે. આ દિવસે ઘણાં દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવશે.

ટ્રમ્પના આ પગલાથી બજારમાં અસ્થિરતા વધી શકે અને ઇન્વેસ્ટર્સ, કોર્પોરેટ દિગ્ગજો અને ગ્રાહકોમાં ચિંતા વધી છે. ચર્ચા ચાલી રહી છે કે ટ્રમ્પના નિર્ણય પાછળ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કનો હાથ છે. દરમિયાન, ટ્રમ્પે કહૃાું છે કે મસ્કે કયારેય મારી પાસે કોઈ મદદ માંગી નથી કે ન તો તેણે ઓટો ટેરિફ અંગે કોઈ સલાહ આપી છે.

યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને બુધવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તમામ ઓટો આયાત પર ૨૫ ટકાના નવા ટેરિફની જાહેરાતની આકરી ટીકા કરી હતી. વોન ડેર લેયેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુરોપિયન ઓટોમોટિવ નિકાસ પર ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણય બદલ મને ખૂબ જ દુઃખ છે. તેમણે કહૃાું કે યુરોપિયન યુનિયન તેના તેના આર્થિક હિતોનું રક્ષણ કરતા વાટાઘાટો દ્વારા આ વિવાદોનું ઉકેલ શોધવાનું ચાલુ રાખશે. નિષ્ણાતોના માટે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ટેસ્લાને ફાયદો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાંથી અમેરિકામાં અનેક પ્રકારના વાહનોની નિકાસ કરવામાં આવે છે. ભારતમાંથી અમેરિકામાં ઓટોમોબાઈલ, ટ્રક અને મોટરસાઈકલની નિકાસ કરવામાં આવે છે. આમાં ટાટા મોટર્સથી લઈને આઇશર મોટર્સ સુધીના વાહનોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૩ માં, ભારતે અમેરિકાને ૩૭.૧૪ મિલિયનના મૂલ્યના મોટર વાહનોની નિકાસ કરી હતી. અત્યાર સુધી, ભારત વિદેશથી આવતા વાહનો પર ૧૦૦ ટકાથી વધુ ડ્યુટી વસૂલતું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી કારમાં મોટાભાગની સેડાન અને હેચબેક છે.

ઓટોમોટિવ કમ્પોનન્ટ્સની દ્રષ્ટિએ ભારત અમેરિકામાં સૌથી મોટા નિકાસકારોમાંનો એક છે. એન્જિનના ભાગો, ટ્રાન્સમિશન ઘટકો અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ સહિત ઘણા ઉત્પાદનો દેશમાંથી અમેરિકા મોકલવામાં આવે છે. અમેરિકા ભારત સહિત વિશ્વભરના દેશોમાંથી લગભગ ૩૦૦ બિલિયનના ઓટો કોમ્પોનન્ટ્સની આયાત કરે છે. ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરતી વખતે, ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે આ નીતિ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ જાહેરાત માત્ર ભારત સાથે જ નહીં પરંતુ યુરોપ, જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના મુખ્ય ઓટોમોટિવ ઉત્પાદક દેશો સાથે પણ વેપાર તણાવ વધવાની પ્રબળ સંભાવનાઓ દર્શાવે છે.

ટાટા મોટર્સ એક વૈશ્વિક ઓટોમોબાઈલ કંપની છે અને અમેરિકામાં તેનો મોટો વ્યવસાય છે. તે જગુઆર લેન્ડ રોવર દ્વારા ત્યાં હાજર છે. ટાટા મોટર્સે ૨૦૦૮ માં ફોર્ડ પાસેથી જગુઆર લેન્ડ રોવર હસ્તગત કરી હતી, જે હવે ટાટા મોટર્સનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને યુએસમાં પણ તેનું સંચાલન છે. આ ઉપરાંત, અહેવાલો અનુસાર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો યુએસએમાં વ્યવસાય છે. તે જ સમયે, કંપનીની મોટરસાઇકલ રોયલ એનફિલ્ડની સાથે આઇશર મોટર્સના ભારે વાહનોની પણ ભારે માંગ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh