Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મકાનનો જર્જરિત અને જોખમી હિસ્સો તોડી પાડતી મનપા

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની કાર્યવાહીઃ

જામનગર તા. ર૭: જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં તાજેતરમાં એક જુની ઈમારતનો જર્જરિત હિસ્સો તાજેતરમાં તૂટી પડ્યો હતો. આથી આજે મહાનગરપાલિકા દ્વારા આ ઈમારતનો જોખમી હિસ્સો આજે તોડી પાડવામાં આવ્યો હતો.

જામનગર શહેરમાં ગુરુદ્વારા ચોકડી પાસેની એક ઈમારતમાંથી તાજેતરમાં પોપડા પડ્યા હતાં અને કેટલોક જર્જરિત ભાગ તૂટી પડ્યો હતો. આથી આ જર્જરિત ઈમારતનો જોખમી હિસ્સો તોડી પાડવા માટે આજે મહાનગરપાલિકા દ્વારા પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે અન્ય કોઈ વાહનચાલક-રાહદારીને ઈજા થાય નહીં તે માટે વાહનની આદશ ઊભી કરીને ત્યાંથી અવર-જવર બંધ કરવામાં આવી હતી.

જરૂરી પાડતોડ કર્યા પછી ત્યાંથી કાટમાળ દૂર ખસેડવામાં આવ્યા પછી રસ્તો પુર્વવત કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh