Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાશે

આગામી તા. ૩૧-૩-ર૦રપ ના સોમવારે

દ્વારકા તા. ર૭: દ્વારકાની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ (રાજકોટ) તથા માતુશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે. ચેરી.ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૩૧-૩-ર૦રપ, સોમવારના ૧૧૪ માં નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન સવારે ૯.૩૦ થી ૧૧ વાગ્યા દરમિયાન કચ્છી સમાજ ભવન, ગોમતી રોડ, દ્વારકામાં કરવામાં આવ્યું છે.

આ નેત્રયજ્ઞમાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલ, રાજકોટના આંખના ડોક્ટરોની ટીમ સેવા આપશે તથા જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ આપવામાં આવશે. મોતીયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને કેમ્પના દિવસે જ રાજકોટ લઈ જઈ આધુનિક ફેંકો મશીનથી વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી બેસાડી પરત દ્વારકા લાવવામાં આવશે. દર્દીઓને લાવવા-લઈ જવા તથા રહેવા, જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક રાખેલ છે. આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh