Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ફલાયઓવરબ્રીજ સહિત બન્ને પ્રોજેક્ટના એક સાથે લોકાર્પણની સંભાવના

બે મહિનામાં હાપા રેલવે ઓવરબ્રીજનું કામ પૂર્ણ થતા જ

જામનગર તા. ર૭: જામનગરના હાપા માર્ગે રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રીજનું કામ આગામી બે માસમાં પૂર્ણ થશે, સાથે જ ફલાયઓવરબ્રીજનું કામ પણ પૂર્ણ થવામાં હોય, બન્ને પ્રોજેક્ટનું લોકાર્પણ સાથે થવાની શક્યતા છે.

હાપા માર્કેટ યાર્ડ માર્ગે રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજના નિર્માણની કામગીરી ચાલી રહી છે. સવાસાતસો મીટરથી વધુ લંબાઈના આ ઓવરબ્રીજનું કામ રૂ. ૪૧.૮૯ કરોડના ખર્ચે થઈ રહ્યું છે, જો કે, મળતી માહિતી મુજબ આયોજન કરતા પણ ઓછો ખર્ચ થવાની શક્યતા છે, અને આ ઓવરબ્રીજના કારણે માર્કેટયાર્ડમાં આવતા-જતા વેપારીઓ અને હાપા રેલવે સ્ટેશને આવતા જતા મુસાફરોને ફાયદો થશે. વર્ષ-ર૦ર૩ ના અંતિમ માસમાં કામ શરૂ થયું હતું, જે હાલ ૮૦ ટકાથી વધારે કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, અને સંભવતઃ આવતા બે માસમાં કામ પૂર્ણ થશે. આ બ્રીજ આગામી જુન-જુલાઈમાં લોકાર્પણ થવાની શક્યતા છે. સાથોસાથ જામનગરના ફલાય ઓવરબ્રીજનું પણ લોકાર્પણ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh