Advertisement
Author: નોબત સમાચાર

નગરમાં પૂ.પા.ગો. ૧૦૮ ગોપેશલાલજી મહારાજના સાંનિધ્યમાં ઉજવાયો ફૂલફાગ હોલી રસિયા ઉત્સવ

શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજનઃ રઘુવંશીઓ ઉમટયાઃ

જામનગર તા. ૨૭: શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા પૂ.પા. ૧૦૮ ગોપેશલાલજી મહારાજશ્રીના મંગલ સાંનિધ્યમાં ફૂલફાગ હોલી રસિયા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં રઘુવંશી શ્રેષ્ઠીઓ સહિત સમાજની વિશાળ ઉપસ્થિતિ રહી હતી.

શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન, જામનગર દ્વારા તા. ૯-૩-૨૦૨૫ના ફૂલફાગ હોલી રસિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ તેમજ કાલાવડ સ્થિત હવેલીના પૂ.પા.ગો. ૧૦૮ શ્રી ગોપેશલાલજી મહારાજશ્રીએ શ્રીમુખેથી અલૌકિક રસિયા પદોનું ગાન દિવ્ય વાણીમાં ભાવ અને સ્નેહ સંગાથે આશિર્વચન પાઠવ્યા હતાં અને પુષ્ટિમાર્ગના વિચારો સિદ્ધાંતો અને અષ્ટસખાની વાણીની સરવાણી વૈષ્ણવ સમાજના ઘર ઘર અને જન જન સુધી વહેતી કરવામાં ફાઉન્ડેશન ઉતમ પ્રોજેકટ કરતી રહે તેવા આશીર્વાદ આપ્યા હતાં.

શ્રીનાથજી ભકિત સંગીતના લોકપ્રિય ગાયક નિલેશભાઈ રાઠોડ તેમજ સંસ્થાના પ્રમુખ અને પુષ્ટિ પદ, કીર્તનના ગાયક ભરત કાનાબાર દ્વારા બેન્જો વાદક જગદીશભાઈ જોશી, તબલાવાદક કૌશીકભાઈ દવેની સંગીતની સુરાવલીના સંગાથે વિવિધ રસિયાની ધમાકેદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ફૂલફાગ હોલી રસિયામાં દ્વારકાથી આવેલ અભયભાઈ ઠાકર તથા ફાલ્ગુનીબેન ઠાકરે વિવિધ ડ્રેસ પરિધાન કરી શ્રી કૃષ્ણ રાધાના પાત્રમાં વિવિધ રસિયા ગાનમાં સુંદર નૃત્ય પ્રસ્તુતી કરી હતી. જેનાથી ઉપસ્થિત વૈષ્ણવજનો ભાવવિભોર બનેલ હતાં.

આ સમગ્ર ઉત્સવની ઉજવણીને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ભરત કાનાબારના માર્ગદર્શન અને સંયોજન હેઠળ જયનભાઈ ગણાત્રા, યોગેશભાઈ લાલ, કમલેશભાઈ અનડકટ, પ્રદિપભાઈ મજીઠીયા, પ્રતિકભાઈ કારીયા, વિરાજ કાનાબાર, જયેશભાઈ સામાણી, ચીરાગભાઈ સોનૈયા, મિતુલભાઈ ચોલેરા, કૌશલ દતાણી, આદિત્ય કાનાબાર, નિતિનભાઈ ચોલેરા, કિરણબેન બુદ્ધદેવ, કમલબેન કોટક, સોનલબેન રાચ્છ, નીતાબેન ખાખરીયા, કૃપાબેન લાલ, ચેતનાબેન મજીઠીયા, રક્ષાબેન મોદી, રેણુકાબેન મોદી, રૂપાબેન લાધાણી સહિત સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh