Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવતી સાથે લગ્ન પછી પણ વાતચીત કરાતી હોવાથી યુવતીના ભાઈએ કર્યાે હુમલોઃ
જામનગર તા. ૨૪ઃ જામનગરના હાપા ખારી વિસ્તારમાં રહેતા એક યુવાન પર શનિવારે બપોરે છરી વડે હુમલો કરાતા ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. એક યુવતી સાથે વાતચીત કરવાના સંબંધના કારણે તે યુવતીના સાસરામાં ઝઘડા થતાં હતા. તે બાબતથી ઉશ્કેરાયેલા આ યુવતીના ભાઈએ છરીથી હુમલો કરી આ યુવાનને મોતને ઘાટ ઉતાર્યાનું પોલીસ ફરિયાદમાં ખૂલ્યું છે. પોલીસે આરોપીને દબોચી લીધો છે.
જામનગર નજીકના હાપા ખારી વિસ્તારમાં રહેતા વિજસુરભાઈ ધનરાજભાઈ વીર નામના ચારણ યુવાન અને તેમના મિત્રો શનિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે હાપાના બાવરીવાસ પાસે એક દુકાન પાસે ઉભા હતા.
ત્યારે ત્યાં બાવરીવાસમાં રહેતો સુનિલ ચેતનભાઇ ડાભી નામનો શખ્સ છરી સાથે ધસી આવ્યો હતો. આ શખ્સે વીજસુર સાથે બોલાચાલી કર્યા પછી અચાનક જ છરીથી હુમલો કરી તેનો એક ઘા વીજસુરને જમણા પડખામાં ઝીંકી દેતા લોહીલુહાણ બની આ યુવાન ઢળી પડ્યો હતો તેને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ સારવાર આપવાનું શરૃ કર્યું હતું પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં વીજસુરનું મૃત્યુ નીપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.
બનાવની જાણ થતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના ભાઈ વાલસુર ધનરાજ વીરનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તેના ભાઈ વીજસુરને બાવરીવાસમાં રહેતા સુનિલ ચેતનભાઇ ડાભીના બહેન સાથે અગાઉ વાતચીત કરવાનો સંબંધ હતો. તે પછી આ યુવતી ના લગ્ન થઈ ગયા હતા તેમ છતાં ફોન પર વાતચીત થતી રહેતી હોય તેની જાણ આ યુવતીના સાસરામાં થતા ત્યાં ઝઘડાઓ શરૃ થયા હતા.
તે બાબતની જાણ થતા સુનિલ ડાભીએ વિજસુરના જ્ઞાતિજનો સાથે વાતચીત કરી હતી. તે પછી બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું તેમ છતાં શનિવારે બપોરે સુનિલ ડાભી આ બાબતનો ખાર રાખીને છરી સાથે ધસી આવ્યો હતો અને તેણે વીજસુરને છરીનો એક ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હતી. પોલીસે આઈપીસી ૩૦૨ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યા પછી આરોપીને પકડી પાડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial