Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક ગામો સંપર્ક વિહોણાઃ સ્કૂલબસને રોકી લેવાઈઃ
જામનગર તા. ર૪ઃ ભારે વરસાદ પડતા મૂળીલા ગામની નદીમાં પૂર આવ્યું છે. આ કારણે પુલ તૂટતા સ્કૂલ બસને સામેના છેડે રોકી લેવાઈ હોવાના અહેવાલો છે.
જામનગરના કાલાવડ તાલુકાના મુળીલા ગામ પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ છે, તો ગ્રામજનો દ્વારા સ્કૂલ બસમાં રહેલા બાળકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પડતા મૂળીલા ગામની નદીમાં પુર આવ્યું છે. પુર આવતા મૂળીલાથી નપાણીમાં ખીજડિયાનો પુલ તૂટ્યો પુલ તૂટતા સમાચાર મળતા ગામના સરપંચ સહિત ગામ લોકો નદી પાસે જ્યાં પુલ તૂટ્યો હતો ત્યાં પહોંચ્યા હતાં એ સમયે સ્કૂલ બસ આવી પહોંચી હતી. સરપંચ અને ગામલોકોની સતર્કતાને કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી જેના કારણે મોટી દુર્ઘટના અટકી ગઈ. ગામ લોકો દ્વારા મૂળીલાથી કાલાવડ, નપાણિયા, ખીજડિયાથી મૂળીલા રસ્તાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો ન થતા ગામ લોકોમાં રોષ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial