Advertisement
Author: નોબત સમાચાર

ગર્ભસ્થ શિશુનું મૃત્યુ નિપજતા માતાનું પણ થયું મૃત્યુઃ રૂપેણ બંદરમાં અરેરાટી

ભૂલથી પ્રવાહી પી લેતાં પરિણીતાનું મૃત્યુઃ

જામનગર તા. ૨૪ઃ ઓખા મંડળના રૃપેણ બંદરમાં રહેતા એક પરિણીતા ગર્ભવતી બન્યા પછી શ્વાસ ઉપડતા સારવાર માટે જામનગર દવાખાને ખસેડાયા હતા. આ પરિણીતાનું ગર્ભસ્થ શિશુ મૃત્યુ પામ્યા પછી તેણીનું પણ મૃત્યુ થતાં અરેરાટી પ્રસરી છે. જ્યારે ભૂલથી જલદ પ્રવાહી પી લેનાર મહિલા પર કાળનો પંજો પડ્યો છે.

દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળમાં રૃપેણ બંદર પાસે રહેતા યાસ્મીનબેન રઝાકભાઈ રાડીયા નામના પચ્ચીસ વર્ષના પરિણીતા શ્વાસની બીમારીથી પીડાતા હતા. તે દરમિયાન યાસ્મીનબેન ગર્ભવતી બન્યા હતા. હાલમાં પાંચ મહિનાનો ગર્ભ ધરાવતા આ મહિલાને ગયા ગુરૃવારે શ્વાસ ઉપડતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પરિણીતાના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ નિપજ્યા પછી શુક્રવારે રાત્રે યાસ્મીનબેનનું પણ મૃત્યુ નિપજતા આ યુવતીના પિતા ઈસ્માઈલ જુસબભાઈ ઈસબાણીએ પોલીસને જાણ કરી છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી છે. ભાણવડ તાલુકાના મોડપર ગામમાં રહેતા સંતોકબેન નગાભાઈ નંદાણીયા (ઉ.વ.૩૦) નામના આહિર મહિલાએ ગયા ગુરૃવારે ભૂલથી જલદ પ્રવાહી પી લીધુ હતું. સારવારમાં ખસેડાયેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. પતિ નગાભાઈ દેવશીભાઈ નંદાણીયાએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh