Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હમ ચૂપ ચૂપ કયો હૈ? ક્યું કી હમ નેતા હૈ!
જામનગર તા. ર૪ઃ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘાની મહેર થઈ રહી છે, અને વરસાદની ઠંડક અને ભીની ધરતીની મધૂરી સોડમ ચોતરફ પ્રસરી રહી છે, મજાનો માહોલ છે, પરંતુ તેમાં કેટલાક બોલકા નેતાઓના નિવેદનો ખલેલ પહોંચાડી રહ્યો છે. લોકસભાની ચૂંટણી પતી ગઈ, જનાદેશ મળી ગયો, હવે જનતાએ જે જવાબદારી સોંપી છે, તે પૂરી કરોને... ...જનતાની સમસ્યાઓ હલ કરોને... જાગો... લીડર્સ... જાગો...
નિવેદનિયા નેતાઓ ઘણાં જ સિલેક્ટીવ હોય છે. પાર્ટીલાઈનથી ઉપર ઊઠીને કહીએ તો આ નિવેદનિયા નેતાઓ જ મસાલેદાર ખબરીઓ હોય છે, અન્યથા ચોવીસેય કલાક ન્યૂઝ ચેનલો ચલાવતા અન ઈન્ટરનેટયુગમાં પણ વટથી અખબારો ચલાવતા પ્રેસ-મીડિયા હાઉસોને મસાલેદાર ખબરોના ઢગબંધ ભંડાર (ડમ્પીંગ પોઈન્ટ) ક્યાંથી મળી શકત? આ વ્યંગવાણી છે... શબ્દિક કાર્ટૂન છે... ખોટું લગાડવાનું નહીં...
હાલના ઝડપી યુગમાં કોઈને જાજુ વાચવાનો ટાઈમ જ ક્યાં છે? તેથી ઝડપ ઝડપથી કેટલાક નેતાઓના નિવેદનો સડસડાટ વાચી લઈએ, અને તેમાંથી આપણને 'અનુકૂળ' આવતી હોય તેવી ખબરો ગ્રહણ કરીએ...
અત્યારે કેટલાક મુદ્દાઓ એવા છે, જેમાં નેતાઓ-રાજકીય પક્ષો તથા બ્યુરોક્રેટ્સ પણ ચૂપકીદી સેવી રહ્યા છે, જેની સામે જનકટાક્ષો થઈ રહ્યા છે.
'નીટ'ના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂપ કેમ છે, તેવો સવાલ ઊઠી રહ્યો છે, તો ગૃહમંત્રી અમિત શાહ હમણાંથી પીઓકે મુદ્દે ચૂપ કેમ છે? હવે કેજરીવાલ દિલ્હીની પાણીની સમસ્યાને લઈને ચૂપ કેમ છે! (જેલમાંથી પણ બીજા નિવેદનો તો સંજયસિંહના મૂખેથી આવે જ છે). રાહુલ ગાંધી તમિલનાડુના લઠાકાંડના મુદ્દે ચૂપ કેમ છે! દક્ષિણ ભારતના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ આ મુદ્દે કેમ કાંઈ બોલતા નથી??
આ મુદ્દે સીબીઆઈની તપાસ માંગનાર નાણામંત્રી નિર્મલા સીતારમણ મોંઘવારીના મુદ્દે ચૂપ કેમ છે? કેન્દ્રની તૈયારી હોવા છતાં પેટ્રોલ-ડીઝલને જીએસટીના ડાયરામાં લાવવાના મુદ્દે રાજ્યો કેમ ચૂપ છે? પેપરલીકના મુદ્દે મોટાભાગના સંબંધિત રાજ્યોના શાસકો કેમ ચૂપ છે? અજીત પવારના મુદ્દે સંઘની ટકોર પછી પણ ભાજપ કેમ ચૂપ છે? જવાહર ચાવડાના નિવેદનોને લઈને સી.આર. પાટીલ કેમ ચૂપ છે? તળાવ,નદી કે દરિયાને પ્રદૂષિત કરતા 'કાળાપાણી'ના મુદ્દે લોકલ નેતાગીરી કેમ ચૂપ છે? વીજળીના ધાંધિયાના મુદ્દે વીજકંપનીઓ કેમ ચૂપ છે? આતંકી હુમલાઓને લઈને અખિલેશ કેમ ચૂપ છે? લોકસભાના ઉપાધ્યક્ષપદને લઈને નાયડુ-નીતિશ કેમ ચૂપ છે? આ વિચારો... જાગો મતદારો....જાગો
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial