Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશની રાજધાની દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
નવી દિલ્હી તા. ર૪ઃ ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે, તો દિલ્હીમાં ગરમીથી રાહત મળી છે, અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પૂર્વ ગુજરાત, ઓડિશા, ઉત્તર-પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જણાવાઈ રહી છે.
દેશના અડધાથી વધુ રાજ્યોમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. કેટલાક રાજ્યોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીઝ શરૃ થઈ ગઈ છે. જેના કારણે લોકોને આકરી ગરમી અને લૂથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ર૪ જૂને કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બિહાર અને ઝારખંડમાં રપ જૂને ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું. આ ઉપરાંત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત્ છે.
દિલ્હીમાં હવામાનમાં પલટો આવ્યો છે અને પ્રિ-મોન્સુન એક્ટિવિટીઝ શરૃ થઈ ગઈ છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ર૪ જૂનથી ર૦ જૂન દરમિયાન દિલ્હીમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વાદળોની અવરજવર ચાલુ રહેશે.
હવામાનની આગામી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર આગામી ર૪ કલાક દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટક અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદ સાથે થોડો હળવો વરસાદ પડી શકે છે, જ્યારે કોંકણ અને ગોવા, દક્ષિણ ગુજરાત, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ, સિક્કિમ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પૂર્વ ગુજરાત, ઓડિશા અને ઉત્તર-પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાયલસીમા, આંતરિક કર્ણાટક, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દક્ષિણપૂર્વ રાજસ્થાનમાં હળવો વરસાદ પડી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial