Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેંદરડામાં ચાર, તલાલા અને જૂનાગઢમાં અઢી, બોટાદમાં સવા બે, વિસાવદર તેમજ પાલીતાણામાં બે ઈંચ વરસાદ, અન્યત્ર ૧ થી બે ઈંચ પાણી પડ્યુંઃ આજે પણ મેઘવૃષ્ટિ ચાલુ
અમદાવાદ તા. ર૪ઃ ગઈકાલથી ગુજરાતમાં મેઘરાજાની મહેર થઈ રહી છે અને ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. સાર્વત્રિક વરસાદ આજે પણ પડી રહ્યો હોવાના અહેવાલો છે. કેટલાક જળાશયોમાં નવા નીર આવ્યા તો જગતનો તાત ખૂશખૂશાલ છે.
આખરે ગુજરાતમાં ચોમાસું જામવા આવ્યું છે. ગઈકાલે રાજ્યના ૬૬ તાલુકા સહિત ૧૩૦ તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં જૂનાગઢના મેંદરડામાં બે કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો તેમજ કાલાવડમાં વરસાદી માહોલ જામ્યો હતો. આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં આખરે લાંબા સમય રાહ જોવડાવ્યા પછી ગઈકાલે મેઘરાજાની પધારમણી થઈ હતી. જેમાં મેંદરડામાં ચાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તરણથી પાંચ ઈંચ વરસાદ થયો હતો, જ્યારે જૂનાગઢ અને વંથલી પંથકમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. વિસાવદરમાં બે ઈંચ, માળિયા હાટીનામાં દોઢ ઈંચ, કેશોદમાં ભારે પવન સાથે એક ઈંચ જ્યારે ભેંસાણમાં ઝાપટા વરસ્યા હતાં. માંગરોળમાં બે મી.મી. વરસાદ થયો છે.
રાજકોટમાં પણ જાણે રવિવારની મોજ માણવા માટે મેઘરાજા આવ્યા હોય તેવો માહોલ છવાયો હતો. બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજકોટમાં રાત્રિ સુધીમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો અને આજે સવારે એક ઈંચ વરસાદ થતાં બે ઈંચ વરસાદ પડ્યો છે.
અમરેલી જિલ્લામાં ગઈકાલે બપોર પછી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. લાઠી તાલુકામાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ર૮ મી.મી. વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલને લઈને જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલીમાં પણ ઝાપટા પડ્યા હતાં.
જામનગર શહેરમાં રાત્રે ૮-૪પ વાગ્યાના અરસામાં ધીમી ધારે વરસાદ શરૃ થયો હતો. ત્યારપછી ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. મોરબી શહેરમાં સાંજે પવન સાથે વરસાદ વરસવાનું શરૃ થયું હતું. મોરબી શહેરના રામ ચોક, નવા બસ સ્ટેન્ડ, રવાપર રોડ, સામાકાંઠે સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો. જેથી બાળકો સહિતનાઓ વરસાદમાં ન્હાવા બહાર નીકળી પડ્યા હતાં.
શનિવારે સાંજે છ વાગ્યાથી રવિવારે સાંજે છ વાગ્યા સુધીના ર૪ કલાકમાં પાણી પડ્યું હતું, જેમાં શનિવારની રાત્રિના સુરત શહેર અને જિલ્લામાં સર્વત્ર વરસાદ પડ્યો હતો અને ગઈકાલે ઓલપાડ, ચોર્યાસી અને સુરત શહેરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
આમ છેલ્લા ર૪ કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ સૂરત શહેરમાં બે ઈંચ ઓલપાડમાં દોઢ ઈંચ, માંગરોળ, માંડવી, મહુવામાં ૧ ઈંચ સહિત તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. છેલ્લા ર૪ કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કુલ ૧૬૭ મી.મી. અને સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ પર૬ મી.મી. અને સરેરાશ ર.૧ ઈંચ વરસાદ વરસ્યો છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ૩ ઈંચ, છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં અઢી ઈંચ, ડાંગના સુબીર તાલુકામાં અઢી ઈંચ, બનાસકાંઠામાં પણ મેઘરાજાએ એન્ટ્રી, પંચમહાલના હાલોલમાં પણ પવન સાથે વરસાદની એન્ટ્રી, તેમજ ભાવનગરમાં પણ ગઈકાલે મેઘરાજાની પધરામણી થઈ હતી.
મળતા અહેવાલો મુજબ મેંદરડામાં ૪, તલાલામાં અઢી, જુનાગઢમાં અઢી, બોટાદમાં સવા બે, વિસાવદર, પાલીતાણામાં બબ્બે ઈંચ વરસાદ થયો છે જ્યારે અન્યત્ર ૧ થી બે ઈંચ પાણી પડ્યું છે. તો કેટલાક સ્થળે વરસાદી ઝાપટાં પડ્યા છે. આજે પણ મેઘવૃષ્ટિ ચાલુ રહી છે, જેથી સાંજ સુધીમાં વરસાદના આંકડાઓમાં પણ વધારો થશે. કેટલાક જળાશયોમાં નવા નીર આવ્યા છે તો ઢાંઢર નદી બે કાંઠે વહેતી થઈ છે.
રાજકોટથી મળતા અહેવાલો મુજબ રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૃ થયો છે. જેમાં યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, ૧પ૦ ફૂટ રીંગ રોડ, સાધુ વાસવાણી રોડ, કોઠી, ચાર ચોક, રૈયા ચોકડી, નાણાવટી ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે તેમજ ગઈકાલે ચોમાસાના પ્રથમ વરસાદના આગમને તંત્રની પોલ ખોલી હતી.
શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૃ થયો છે. જેમાં સવારથી અત્યાર સુધીમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે તેમજ એક ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેમાં રાજકોટના યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાયા છે. તેમાં મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની વાતો પાણીમાં ગરકાવ થઈ છે. તેમજ ઉપલેટા અને આસપાસના પંથકમાં પણ વહેલી સવારથી વરસાદ શરૃ થયો છે. છેલ્લા ઘણાં દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે સોમવારે વરસાદી વાતાવરણ જામ્યુ છે. ચોમાસાના આગમન બાદ ઉપલેટામાં વહેલી સવારે વરસાદ શરૃ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
વડોદરામાં વહેલી સવારથી વરસાદ શરૃ થયો છે. જેમાં શહેરની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. વાઘોડિયામાં વહેલી સવારથી વરસાદ શરૃ થયો છે. તેમાં ગાજવીજ સાથે વાઘોડિયા શહેર અને ખંધા, રવાલ, નવા આજવા તેમજ દેવાળીયા, ગજાદરા, લીમડા ગામમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.
વાઘોડિયાની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. જેમાં પરિશ્રમ સોસાયટી, શ્રમ સાધના સોસાયટી તેમજ સુખશાંતિ સોસાયટીમાં પાણી ભરાયા છે. ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તેમજ શહેરના રોડ પર વરસાદી પાણી વહેતા થયા છે. તેમજ ડભોઈ પંથકમાં પવન સાથે વરસાદ આવ્યો છે. તેમજ દંગીવાડા, પ્રયાગપુરા, નારણપુરા, તેમજ કાયાવરોહણ, પારીખા, મોટા બહીપુરામાં વરસાદ છે. તેમજ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial