Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાના જ પરિવારના સભ્ય સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૪ઃ લાલપુરના ભણગોર ગામમાં એક મહિલાએ ૧૪ વર્ષ પહેલાં ખેતીની જમીન ખરીદ્યા પછી તેમાંથી પાંચ વીઘા જમીન પર એક શખ્સે દબાણ કરી લેતાં સંબંધમાં જેઠ થતાં આ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરાઈ છે.
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા રંજનબેન ગોગનભાઈ ગોજીયા નામના મહિલાએ વર્ષ ૨૦૧૦માં ભણગોર ગામમાં જ આવેલા જુના સર્વે નંબર ૧૩૪/૧માં ૧૫ વીઘા ખેતીની જમીન ખરીદી હતી.
તે જમીનમાં ભણગોર ગામના ધરણાંતભાઈ ગગુભાઈ ગોજીયાએ પાંચ વીઘા જેટલી જગ્યા દબાવી લીધી હતી. તે જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હોવા છતાં ધરણાંતભાઈ તે જગ્યાનો ખાલી કબજો સોંપતા ન હોવાથી રંજનબેને જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી.
તે અરજીની શરૃ થયેલી તપાસમાં તેઓની જમીન પર દબાણ થયાનું ફલિત થતા પોલીસ ફરિયાદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના પગલે શનિવારે રંજનબેને લાલપુર પોલીસ સ્ટેશનમાં ધરણાંત ગગુભાઈ ગોજીયા સામે ફરિયાદ નોંધાવી છે. ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાએ તપાસ હાથ ધરી છે. ફરિયાદી રંજનબેનના પતિ ગોગનભાઈ તેમજ આરોપી ધરણાંતભાઈ ગોજીયા સગા ભાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial