Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ રાજ્યમંત્રી સ્વ. જેસાભાઈની જહેમતથી
ખંભાળીયા તા. ર૪ઃ ખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય તથા શૈક્ષણિક સંસ્થાઓ ચલાવનાર રાજ્યમંત્રી સ્વ. જેસાભાઈ ગોરીયાએ ખંભાળીયામાં અનેક સ્થળે વિશાળ સંખ્યામાં વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાની સુંદર પ્રવૃત્તિ કરી હતી. રામનાથ મંદિર પાસે, ઘી નદીની પાસે, શિવમ શાળા કોલેજ વિસ્તારમાં તેમણે વાવેલા ઢગલાબંધ રોપા હાલ વિશાળ વટવૃક્ષો બનીને છાંયડો સાથે પર્યાવરણ પ્રેમનો સંદેશો આપે છે. ખંભાળીયામાં મહાદેવ વાડા વિસ્તારમાં વિદ્યાશંકર મહાદેવ સામેના ભાગમાં ખુલ્લી જમીનમાં તેમણે પીપળો, વડ, લીમડો જેવા છાંયડાવાળા વૃક્ષોના રોપા ટ્રી-ગાર્ડ સાથે વાવેલા જે પછી પાલિકા દ્વારા આ સ્થળે ફરત દીવાલ સાથે વૃક્ષો ફરતા ઓટલા કરાયા હતા. એ નાનકડા વડ પીપળ, વડલાના વૃક્ષો હાલ ઘટાદાર વૃક્ષો બનીને વિશાળ વિસ્તારમાં છાંયડા સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશો આપતા ઉભા હોય સ્વ. જેસાભાઈ ગોરીયાની પર્યાવરણ પ્રેમની પ્રવૃત્તિ પ્રેરણાદાયક બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial