Advertisement
Author: નોબત સમાચાર

વિદ્યાર્થીઓને થતી હાલાકી નિવારવાની માંગણી સાથે એબીવીપીનું જામનગરમાં રસ્તારોકો આંદોલન

ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી

જામનગર તા. ર૪ઃ ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે આજે એબીવીપી દ્વારા લાલબંગલા સર્કલમાં સુત્રોચાર, રસ્તારોકો આંદોલન કર્યા પછી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જીસીએએસ (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) નો ઉચ્ચ અભ્યાસ માટે પ્રયાસ કરાયા છે તે આવકાર્ય છે પરંતુ પોર્ટલમાં ખામી હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ નડી રહી છે. ત્યારે જામનગર આજે એબીવીપીના પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટની આગેવાનીમાં એબીવીપીના કાર્યકર્તાઓએ લાલ બંગલા, મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે દેખાવો કર્યા હતાં અને રસ્તારોકો આંદોલન કર્યું હતું.

આ પછી જિલ્લા કલેકટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. તેમાં માંગણી કરવામાં આવી હતી કે પોર્ટલથી સમસ્યાના કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. એક રાઉન્ડમાં પ્રવેશ પછી વિદ્યાર્થી બીજા રાઉન્ડમાં બીજા કોલેજમાં એડમિશન મેળવી શકતો નથી તે પ્રશ્ન ગંભીર છે તેનું નિરાકરણ લાવવું જરૃરી છે.

જીસીએએસ પોર્ટલનું કામ ફકત ડેટા એકત્ર કરવાનું હતું પરંતુ એવું લાગે છે કે સમગ્ર પ્રક્રિયા પોર્ટલ થકી ચાલે છે. આમ તેની પારદર્શકતા ઉપર સવાલો ઉભા થયા છે.

કોલેજમાં પ્રવેશ મળ્યા સુધી ડોકયુમેન્ટનું વેરીફીકેશન કરવામાં આવતું નથી. એલએલબીમાં પ્રવેશ પ્રક્રિયા હજુ સુધી શરૃ કરવામાં આવી નથી જે ત્વરીત શરૃ કરવી જોઈએ.

સ્નાતકના છેલ્લા સેમ.ના પૂનઃ ચકાસણી કે પૂરક પરીક્ષા ના પરિણામ બાકી છે. ત્યારે પી.જી.ના વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ, જેથી આવા વિદ્યાર્થીઓ જીસીએએસ માધ્યમથી પ્રવેશ મેળવી શકે. તેમજ પોર્ટલમાં તમામ માહિતી ઉપલબ્ધ કરવી જરૃરી છે. જેમ કે કેટલી ફી છે કેટલી બેઠક છે. કટ ઓફ કેટલું છે વગેરે..

જો આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો એબીવીપી ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh