Advertisement
Author: નોબત સમાચાર

હરસિદ્ધિ વનનું કામ તાકીદે પૂર્ણ કરવા મંત્રી મૂળુભાઈ બેરાની તંત્રને તાકીદઃ નિરીક્ષણ

ગાંધવી-હર્ષદ પાસે નિર્માણાધિન

ખંભાળિયા તા. ર૪ઃ કેબિનેટ મંત્રી મૂળભાઈ બેરાએ ગાંધવી (હર્ષદ) નિર્માણાધિન હરસિદ્ધિ વનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

પ્રવાસન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ ર૩ મા સાંસ્કૃતિક વન 'હરસિદ્ધિ વન'ની કામગીરી તાકીદે પૂર્ણ કરવા તેમજ સઘન વનીકરણની કામગીરી હાથ ધરવા સંલગ્ન અધિકારીઓને જરૃરી સૂચનો તથા માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.

તેઓએ ગાંધવીમાં નિર્માણાધિન હરસિદ્ધિ વનનું નિરીક્ષણ કર્યું હ તું, તે સમયે નાયબ વન સંરક્ષક ધનપાલ, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર, અગ્રણી નાથુભાઈ ચાવડા, સગાભાઈ રાવલિયા સહિત સંલગ્ન વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, હરસિદ્ધિ માતાજી મંદિરમાં ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ચાલુ વર્ ર૩ મા સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં સાંસ્કૃતિક આકર્ષણો જેવા કે મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિકા, સેરેમોનિયલ ગાર્ડન, સૌરાષ્ટ્રની સુગંધ, શ્રીકૃષ્ણ ઉપવન, શ્રીકૃષ્ણકમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિર્માણ કરવામાં આવશે. તેમજ આ સાંસ્કૃતિક વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટિકા, આયુષ્વન, વન કવચ, વાઈલ્ડ લાઈફ ઝોન, તાડ વાટિકા, પવિત્ર ઉપવન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટિકા વગેરે જેવા વનોનું નિર્માણ કરવામાં આવશે.

આ સાંસ્કૃતિક વનમાં બાળવાટિકા, સેલ્ફી પોઈન્ટ ગાર્ડન, બીચ થીમ સિટીંગ એરિયા, મેડીટેશન ગઝેબો, ગઝેબો, સનસેટ પોઈન્ટ, પાર્કિંગ એરિયા, ટોયલેટ અને પીવાના પાણીની સુવિધા, રોપ વેંચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh