Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર પર દર્શનાર્થીઓની કતારો
દ્વારકામાં વીકેન્ડના દિવસોમાં જ પૂર્ણિમા હોવાથી યાત્રિકોનો અનરાધાર પ્રવાહ ઉમટ્યો હતો અને વહેલી સવારથી જ સ્વર્ગ-મોક્ષ દ્વારે ભાવિકો ઉમટ્યા હતાં. યાત્રાધામ દ્વારકામાં જયેષ્ઠ પૂર્ણિમા તથા વીકેન્ડના લીધે હજારો ભાવિકો વહેલી સવારથી જ યાત્રાધામમાં ઠાકોરજીના દર્શનાર્થે પધાર્યા હતા અને જગતમંદિરના સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર પર ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. હજારો ભાવિકોએ પ્રથમ પવિત્ર ગોમતી નદીમાં ડૂબકી લગાવી ઠાકોરજીના સ્મરણ સાથે પુણ્યનું ભાથું બાંધી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરમાં પ્રવેશી ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વીકેન્ડની શરૃઆતમાં પૂર્ણિમા હોય બહોળી સંખ્યામાં ભાવિકો દ્વારકા પધાર્યા હતાં. જેથી યાત્રાધામ દ્વારકા પ્રવાસીઓથી ઉભરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial