Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં નિવાસી તાલીમ વર્ગ માટે -ઓર્ડીનેટરની અરજીઓ મંગાવાઈ

જામનગર તા. ર૪ઃ ગુજરાતના યુવાનોનું સંરક્ષણ દળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર અને તાલીમ દ્વારા સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ અમલમાં છે. આ યોજના હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.

આ તાલીમવર્ગના સંચાલન માટે ૩૦ દિવસ માટે કરાર આધારિત કામગીરી માટે રૃા. ર૦ હજાર વેતનથી કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવાની છે. તો સંરક્ષણ દળ, પોલીસ, પી.ટી. શિક્ષક અને તાલીમ અને રોજગાર ખાતાને સંલગ્ન કામગીરીનો અનુભવ અને ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા પુરૃષ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ અરજી પત્રકો જિલ્લા રોજગાર કચેરી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાંથી મેળવી શકાશે.

ઈચ્છુક ઉમેદવારોએ અરજી સાથે જરૃરી દસ્તાવેજો જિલ્લા રોજગાર કચેરી, ર-૧પ-૧૭-૧૯ બીજો માળ, જિલ્લા કલેકટર કચેરી, દેવભૂમિ દ્વારકા, મુ. ખંભાળીયા તથા જામનગર જિલ્લા રોજગાર કચેરીમાં તા. રપ-૬-ર૪ સુધીમાં જમા કરાવવાની રહેશે. તા. રપ-૬-ર૪ પછી આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેમ બન્ને જિલ્લા રોજગાર કચેરીની યાદીઓમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh