Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાડાના મકાનમાંથી સરકારી સંકુલમાં ખસેડાયેલાા
ખંભાળીયા તા. ર૪ઃ ખંભાળીયામાં જિલ્લા કક્ષાના સ્થળ ખંભાળીયામાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયસની સુવિધા અઢી વર્ષથી શરૃ થઈ હોય આ ચિલ્ડ્રન હોમમાં માતા-પિતા વગરના તથા ગરીબ જરૃરત મંદો લાભ લેતા હોય તેમાં સગવડો વધારવાની સાથે સંસ્થામાં દાખલ થતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા પણ માંગણી કરાઈ છે.
સમાજ સુરક્ષા વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત આ સંસ્થા અગાઉ ભાડાના મકાનમાં ચાલતી હતી જે પછી તાજેતરમાં ખંભાળીયામાં ખાલી થયેલા જુના કોર્ટ બિલ્ડીંગમાં રાખવામાં આવી હોય બાળકો માટે કબાટ, ગોદળા, ગાદલા, ઓશિકા, પાણીના સાધનો સહિતની વસ્તુઓ આપવા માંગ કરવામાં આવી છે.
આ સંસ્થાની દેખરેખ રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ ખાસ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટના પાવરવાળા ચેરમેનની દેખરેખ હેઠળ ચાલે છે ત્યારે સ્થાનિક સંસ્થાના ચેરમેન, એડવોકેટ ચંદ્રશેખર બુદ્ધભટ્ટી દ્વારા પણ માંગણી કરવામાં આવી છે. હાલ સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી વસ્તુઓ સાધનો લેવા માટે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial