Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકાના પોલીસબેડામાં ફરજ બજાવતા ૭૦ કર્મચારીની કરાઈ બદલી

એસઓજી, ટ્રાફિક શાખાના કર્મચારીઓ બદલાયાઃ

જામનગર તા. ૨૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા ૭૦ કર્મચારીઓની બદલીનો જિલ્લા પોલીસવડાએ હુકમ કર્યાે છે. આ કર્મચારીઓએ બદલી માટે રૃબરૃ રજૂઆત અથવા અરજી કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા કુલ પૈકીના ૭૦ પોલીસકર્મીની આંતરીક બદલીનો શનિવારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે હુકમ કર્યાે છે.

પોલીસ કર્મચારીઓ દ્વારા બદલી માટે કરાયેલી રજૂઆતો પછી એસપીએ ઉપરોક્ત હુકમ કર્યાે છે. જેમાં બેટ દ્વારકા, વાડીનાર, કલ્યાણપુર, ઓખા મરીન, દ્વારકા, ખંભાળિયા, સલાયા મરીન, મીઠાપુર, ભાણવડ જિલ્લાના પોલીસબેડા માં ફરજ બજાવતાં કર્મચારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે.

તે ઉપરાંત ટ્રાફિક શાખા, એએચટીયુ, હેડકવાર્ટર તથા એસઓજીના એક કર્મચારીની પણ બદલીનો જિલ્લા પોલીસ વડાએ હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh