Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોહનનગરમાં પાડોશી દંપતી દ્વારા હુમલોઃ
જામનગર તા. ૨૪ઃ કાલાવડના ડેરી ગામમાં રોડ વચ્ચે ખાડો ખોદવાની એક યુવાને પાડોશીને ના પાડતા તે યુવાન તથા તેના પિતા પર હુમલો કરાયો હતો. જ્યારે મોહનનગરમાં પાડોશી દંપતીએ મહિલા તથા પુત્રને માર મારી ધમકી આપી હતી.
કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતા રવિરાજસિંહ સહદેવસિંહ જાડેજા શનિવારે બપોરે પોતાની દુકાનેથી ઘરે જમવા માટે જતા હતા ત્યારે તેમના ઘર પાસે રોડની વચ્ચોવચ પાડોશી જયેન્દ્રસિંહ ગીરૃભા જાડેજાએ વીજ કંપનીનો થાંભલો ઉભો કરવા માટે ખાડો ખોદ્યો હતો. તે ખાડો સાઈડમાં ખોદવા માટે કહેતા જયેન્દ્રસિંહ તથા તેના પુત્ર મિતરાજે ગાળો ભાંડી ઝઘડો કર્યો હતો.
આ વેળાએ રવિરાજસિંહ ના પિતા સહદેવસિંહ પણ આવી ગયા હતા. પિતા-પુત્રની સાથે બોલાચાલી કર્યા પછી જયેન્દ્રસિંહ તથા તેના પુત્ર મિતરાજે ગાળો ભાંડી સહદેવસિંહને ફડાકો ઝીંકયો હતો. જ્યારે જયેન્દ્રસિંહએ પથ્થરનો ઘા કરતા રવિરાજ સિંહને માથામાં ઇજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી રવિરાજસિંહે પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગરના મોહનનગરની શેરી નં.૧માં રહેતા રમીલાબેન પ્રેમજીભાઈ નકુમના બાળકોને પાડોશી કિશોર પરસોત્તમ પરમાર શેરીમાં રમવા દેતા ન હતા. તેથી બોલાચાલી થતાં ગઈકાલે સવારે કિશોર તથા તેના પત્ની રીટાબેને ગાળો ભાંડી રમીલાબેનના ઘરના ડેલામાં લાત મારી હતી અને લાકડીથી રવિ પર હુમલો કરી બચકુ ભરી લીધુ હતું. રમીલાબેને બંને સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial