Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને જિલ્લામાં કરોડોની રકમ મંજૂરઃ
જામનગર તા. ૨૪ઃ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે યોજવામાં આવેલી દસમી લોકઅદાલતમાં સંખ્યાબંધ કેસ રજૂ થયા હતા. જેમાં જામનગરમાં રૃા.૨૦ કરોડ ઉપરાંત તેમજ દ્વારકા જિલ્લામાં રૃા.૪ કરોડ ઉપરાંતની રકમમાં સેટલમેન્ટ થયા હતા.
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા શનિવારે યોજવામાં આવેલી નેશનલ લોકઅદાલતમાં લગ્ન વિષયક, મોટર અકસ્માત, કામદાર વળતર કેસ, મોબાઈલ કંપની સામેના કેસ, સમાધાન પાત્ર કેસ, વીજ કંપની સામેના કેસ વગેરે મળી ૧૭૮૭૯ કેસ રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૮૧૫૬ કેસનો નિકાલ થયો છે.
અદાલતે રૃા.૨૦, ૯૮,૭૨,૪૦૩ ચૂકવી આપવા હુકમ કર્યાે છે. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ યોજાયેલી લોકઅદાલતમાં ૩૩૯૦ કેસનો નિવેડો આવ્યો છે. રૃા.૪,૦૪,૪૬,૬૮૦ ચૂકવવા માટે હુકમ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial