Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજારોની વસતિ ધરાવતા શાંતિપ્રય ટાઉનશીપપ્રત્યે ઉદાસિન વલણ કેમ?
જામનગરના ઢીંચડા તરફના રવિપાર્ક ટાઉનશીપમાં વીજળીના ધાંધીયા ઉપરાંત આ વિસ્તાર સાથે જાણે પક્ષપાત રાખવામાં આવી રહ્યો હોય કે દુર્લક્ષ સેવામાં આવતું હોય તેમ પણ જણાય છે. ગઈકાલે સમી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૃ થતાં જ વિદ્યુત સપ્લાઈ બંધ કરાયો અને લાઈટ ચાલી ગઈ, તે ટેકનિકલ કારણોસર ઠીક ગણાય, પરંતુ વરસાદ પડતો બંધ થયા પછી રવિપાર્ક ટાઉનશીપ અને આજુબાજુના વિસ્તાર સિવાય અન્યત્ર વીજપુરવઠો તરત જ આપી દેવાયો, પરંતુ ટાઉનશીપમાં છેક મધ્યરાત્રિના પોણાબાર-બારના સુમારે વિદ્યુત સપ્લાઈ કરાઈ. આથી સ્થાનિક લોકોને એવો સવાલ ઉઠે છે કે શું આ વિસ્તારનું સબ-સ્ટેશન બદલાયા પછી તેની સાથે પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવે છે? કમ્પ્લેઈન નિવારણ હોય, વિદ્યુત કાપ હોય, ભારે વરસાદ જેવા કુદરતી કારણો હોય કે ફોલ્ટ હોય, આ વિસ્તારને 'છેલ્લો' જ કેમ રાખવામાં આવે છે ? આ વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એવા કોર્પોરેટર, ધારાસભ્ય અને મંત્રી-મેયર મહાનુભાવો કાંઈ કરશે ખરૃ? પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સળવળશે ખરા?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial