Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારૃસેત યુનિવર્સિટી આયોજિત બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્ઝ પ્રાયોજિત સમારોહમાં
જામનગર તા. ર૪ ઃ જામનગર નજીક સેવન સિઝનસ રીસોર્ટમાં ચારૃસેત યુનિવર્સિટી આયોજિત અને બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્ઝ લિમિટેડ પ્રાયોજિત 'વી ટીવી' ન્યૂઝ તથા ટોપ એફએમ દ્વારા સમાજમાં ઉત્તમ કાર્ય/સેવા કરનાર વ્યક્તિ/સંસ્થાઓને એવોર્ડ એનાયત કરી બહુમાન કરવાનો સમારોહ યોજાયો હતો. જેમાં ૪ર વ્યક્તિ / સંસ્થાઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાડા છ દાયકાથી પ્રસિદ્ધ થતાં સર્વાધિક લોકપ્રિય અને સુપ્રસિદ્ધ સાંધ્ય દૈનિક અખબાર 'નોબત'ને બેસ્ટ ન્યૂઝ પેપર ઓફ હાલારનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ નોબતના ચેતનભાઈ માધવાણી તથા દર્શકભાઈ માધવાણીને બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્ઝના ડાયરેકટર પીન્ટુભાઈ પટેલ તથા કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે આપવામાં આવ્યો હતો.
આ સન્માન-એવોર્ડ સેરેમની સમારોહમાં રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભાવો, હાલારના આગેવાનો, વેપારીઓ, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં અને વિવિધ કેટેગરીમાં ૪ર વ્યક્તિ/સંસ્થાઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ સેરેમનીમાં સૌથી ઝડપી અને સર્વાૈધિક વિકાસની ભારતની કંપની બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્ઝના ડાયરેકટર પીન્ટુભાઈ પટેલ, બેસ્ટ એજ્યુકેશન હબ, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના અશોકભાઈ ભટ્ટ, લીગાસી ઓફ એકસલન્સ, ડ્રીમ ડેકોર ફર્નિચરના ભાષ્કરભાઈ રાઠોડ, બેસ્ટ થીમ પાર્ક (ગુજરાત), એમેઝીંગ ફન વર્લ્ડ (દ્વારકા)ના જસ્મીનભાઈ, બેસ્ટ કેક શોપ રાજલક્ષ્મી બેકર્સના જીતુભાઈ ખેતવાણી, બેસ્ટ એડવોકેટ અશોકભાઈ જોષી, બેસ્ટ કોલેજ ઈન હાલાર, સ્વામિનારાયણ ગુરૃકુળના પિયુષભાઈ પટેલ, બેસ્ટ કોર્પોરેટ હોટલ, હોટલ જશ પેલેસના વિક્રમભાઈ ગોજીયા, બેસ્ટ ક્રિએટીવ ડિઝાઈન રાજ ડિઝાઈનના રીતેશભાઈ નથવાણી, બેસ્ટ ઈન્ટનેશનલ એન્ડ ડોમેસ્ટીક ટુર પ્લાનર, બાંધવ ટુર્સના દર્શીતભાઈ વસા, બેસ્ટ ડેસ્ટીનેશન વેડીંગ પ્લેસ, સેવન સિઝન્સ રિસોર્ટના લાખાભાઈ, રાહુલભાઈ કેશવાલા, સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ નિખિલભાઈ ભટ્ટ, લીડીંગ જવેલર્સ, મુરલીધર જવેલર્સના મનોજભાઈ પાટલીયા, લીડીંગ લેન્ડ ડેવલપર મેરામણભાઈ પરમાર, લીડીંગ વેલનેસ સેન્ટર, નમ્રતા વેલનેસ સેન્ટરના જયેશભાઈ રૃપારેલીયા, લીડીંગ ગ્રીન એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર, આરિહા સોલાર પ્રા.લિ.ના આશિષભાઈ પરમાર, બેસ્ટ એજ્યુકેશન એન્ટરપ્રીન્યોર શ્રીમતી રૃત્વી વ્યાસ, ઈનોવેશન ઓફ ન્યુટ્રી-ટેક ફાર્મીંગ, ડો. નરેન્દ્ર ઘેલાણી, ફાસ્ટેસ્ટ ગ્રોવીંગ સ્પાઈસીસ મેન્યુફેકચરીગ કંપની, મધુસુદન મસાલા લિ. ના રીષીત કોટેચા, હીરેનભાઈ કોટેચા, બેસ્ટ ડાન્સર (કુચી પુડી) પૂર્વા પંડ્યા, બેસ્ટ વેડીંગ પાર્ટનર, હેમ્ઝ ઈવેન્ટ્સ પ્રા.લિ.ના હેમલભાઈ, બેસ્ટ ફાર્મર જીતુભાઈ ભુવા, બેસ્ટ ડાન્સર એન્ડ કોરીયોગ્રાફર હેડ્રીક હેરી, બેસ્ટ એનજીઓ ઈન જામનગર સ્વયમ શક્તિ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશનના ડો. નિધિ, બેસ્ટ વોટર પાર્ક ઈન હાલાર, વેલકમ રીસોર્ટના વિશાલભાઈ પટેલ, મેન્ટલી ડીસેબલ ચાઇલ્ડ એનજીઓ, ઓમ ટ્રેનીંગ સેન્ટરના ડિમ્પલબેન મહેતા, બેસ્ટ કરાટે કીડ શૌર્ય પુરખા, બેસ્ટ સોશ્યલ વર્કર, ડો. સુનિતા દેવનાણી, સ્ટુડન્ટ ઓફ ધ યર, મહેક પીઠડીયા, બેસ્ટ ફાર્મર (ઓર્ગેનીક)ઈન જામનગર પ્રદીપસિંહ જાડેજા, મલ્ટી ટેલેન્ટેડ બોય તેજસ મંગાણી (છોટે મોદી), બેસ્ટ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સંકલ્પ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના હરીભાઈ/જસ્મીનભાઈ, બેસ્ટ ફાર્મર ડાયાલાલ સભાયા, બેસ્ટ કવોલિટી પ્રોડકટ ઈન એમએમસીજી પરેશ ટી કંપની (નિલમ ટી)ના મેહુલભાઈ, એકસકલુઝીવ ડિઝાઈન સાડી અને ઈથેનીક શો-રૃમ, ગાયત્રી સારીઝના રાજેશભાઈ / યકીનભાઈ, બેસ્ટ ફાઈનાન્શીયલ સર્વિસ, શ્રી કેશરચંદન ફાઈનાન્શીયલ સર્વિસના પાર્થ મહેતા, બેસ્ટ માર્બલ એન્ડ ગ્રેનાઈટ ટ્રેડર, જગદીશભાઈ પટેલ, લીડીંગ ઈન્ટેરીયર આર્ટીટેકચરલ સર્વિસ પ્રોવાઈડર પાર્થીવ પંડ્યા બેસ્ટ એન્જીનિયર, હરી ઓમ એન્જીનિયરના કલ્પેશભાઈ હડીયલ, લીડીંગ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરીંગ કંપની ટેકનીય એનર્જીસ્ ઈન્ડિયા લિ. ના આશિષકુમાર શ્રીવાસ્તવ, બેસ્ટ સોશ્યલ કોઝ બાય વાત્સલ્યધામ ઓલ્ડ એઈજ હોમ, વાત્સલ્યધામ, વૃદ્ધાશ્રમના ભાષ્કરભાઈ રાઠોડને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.
સમગ્ર સમારોહનું સંચાલન વી ટીવીવાળા ટોપ એફએમના નરેન્દ્રસિંહ વાઘેલાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial