Advertisement
Author: નોબત સમાચાર

પોલીસમાં કરાયેલી ફરિયાદમાં ભાગ ભજવ્યાની શંકાથી યુવાનને ધોકાવાયો

પાડોશીના ઝઘડામાં કરાઈ વળતી ફરિયાદઃ

જામનગર તા. ૨૪ઃ કાલાવડના કૃષ્ણપરમાં રહેતા એક શખ્સ સામે તેના પત્નીએ રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ પાછળ કૃષ્ણપરના એક શખ્સે ભાગ ભજવ્યાની શંકા પડતા આ શખ્સ તથા તેના બે સાગરિતે હુમલો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે મોહનનગરમાં રહેતા મહિલાએ હુમલાની પાડોશી સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

કાલાવડના કૃષ્ણપર ગામમાં રહેતા મયુર ભગવાનજી શેઠીયા ઉર્ફે મેહુલને પાડોશમાં જ રહેતા મનિષ તેમજ મનિષના ભાઈ ધર્મેશ અને જીતુ ડાયાભાઈ જેપાર તથા રાજકોટના ભાવેશ વાઘેલા નામના ચાર શખ્સે શનિવારે રાત્રે કૃષ્ણપરમાં રોકી લઈ પાઈપ-ધોકા, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો.

ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા મેહુલને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ પાડોશી મનિષ અને તેના પત્ની રંજનબેન વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા પછી રંજનબેને રાજકોટ પોલીસમાં મનિષ સામે ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ કરાવવામાં મેહુલ ઉર્ફે મયુરે ભાગ ભજવ્યાની શંકા મનિષને પડી હતી. તેનો ખાર રાખી મેહુલને ધોકાવી નખાયો છે. પોલીસે ચારેય હુમલાખોર સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના મોહનનગરમાં રહેતા રીટાબેન કિશોરભાઈ પરમારે પાડોશમાં રહેતા પ્રેમજી સવજીભાઈ નકુમ, રમીલાબેન પ્રેમજી નકુમ, રવિ પ્રેમજી નકુમ સામે લાકડી વડે હુમલો કરી માર માર્યાની સિટી સી ડિવિઝનમાં ફરિયાદ કરી છે. રીટાબેનનો પુત્ર તેના ઘર પાસે રમતો હતો ત્યારે પાડોશી પ્રેમજીભાઈએ તે બાળકને ગાળો ભાંડી હતી તે અંગે કહેવા જતાં રીટાબેન પર ઉપરોક્ત શખ્સોએ હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh