Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં કરાયેલી સજા સામેની અપીલ ડીસમીસ કરતી કોર્ટ

સોનાની બંગડી સામે અપાયા હતા બે ચેકઃ

જામનગર તા. ૨૪ઃ જામનગરના એક આસામીએ સોનાની છ બંગડી વેચ્યા પછી તેમાં ભેળસેળ નીકળતા ખરીદનારે બંગડી પાછી આપી દીધી હતી અને તેની રૃા.૧ લાખની રકમ પરત ચૂકવવા બે ચેક અપાયા હતા. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાયા પછી સજા ફરમાવાઈ હતી. તે હુકમ સામે કરાયેલી અપીલ પણ અદાલતે નકારી કાઢી છે.

જામનગરના મહેશકુમાર નંદલાલ મહેતાએ સોનાની છ બંગડી રાજેશ મોરીશભાઈ પંડયા પાસેથી વેચાતી લીધી હતી. તેના રૃા.૧ લાખ ચૂકવાયા હતા. તે પછી બંગડીમાં ભેળસેળ હોવાનું જણાઈ આવતા અને તેમાંથી ૨૫ ટકા જ સોનુ નીકળતા મહેશભાઈએ બંગડી પાછી આપી હતી અને તેઓને પરત આપવા રાજેશે રૃા.૫૦ હજારના બે ચેક આપ્યા હતા.

તે બંને ચેક બેંકમાંથી અપુરતા નાણા ભંડોળના કારણે પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી મહેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાજેશ પંડયાને એક વર્ષની કેદ અને રૃા.૧ લાખ દંડપેટે ચૂકવવા હુકમ કર્યાે હતો. દંડ ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદની સજા ફટકારાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh