Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉપરવાસના ગામડાઓમાં ભારે વરસાદ થતાં પહેલાં જ વરસાદમાં પૂર જેવી સ્થિતીઃ લોકો આનંદથી ઝુમી ઉટયા
ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી છે, તો હાલારમાં પણ મેઘો મંડાયો છે. ગઈકાલથી ઉપરવાસમાં થઈ રહેલાં ભારે વરસાદના કારણે ઢાંઢર નદી બે કાંઠે વહેતી થઈ હતી અને જામનગર-પોરબંદર હાઈ-વે પર આવેલા માર્ગે બેઠા પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતાં બન્ને તરફ જ ટ્રાફિક પણ અટકી પડયો હતો. અને વાહન ચાલકોને એકાદ કલાક સુધી રાહ જોવી પડી હતી. તેવા અહેવાલો છે. જો કે પહેલા વરસાદે જ ઢાંઢર નદી બે કાંઠે વહેતી થતાં ઉભા થયેલા આહ્લાદક દૃશ્યોની મોજ પણ લોકોએ ઉઠાવી હતી, તો ખેડૂતો ખુશ ખુશાલ જણાયા હતાં. મૂળ લાલપુર કરતાં ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ થતાં ઢાંઢર નદીમાં આવેલા પૂરના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જલભરાવની સ્થિતી પણ ઉભી થઈ હતી. (તસ્વીરઃ પ્રવિણ ચાવડા, લાલપુર)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial