Advertisement
Author: નોબત સમાચાર

દીવાબતી કરતી વેળાએ દાઝી ગયેલા વૃદ્ધાનું મૃત્યુઃ ખેંચ આવતા યુવાનનું મોત

જામનગર તા. ૨૪ઃ જામનગરના એક વૃદ્ધા દીવાબતી કરતી વેળાએ અકસ્માતે દાઝી ગયા પછી સારવારમાં મૃત્યુ પામ્યા છે. ખાનગી કંપનીમાંથી નોકરી કરીને પરત ફરતા પરપ્રાંતિય યુવાનનું તબીયત લથડ્યા પછી મૃત્યુ થયું છે. ખેંચની બીમારીથી પીડાતા યુવાનનું ખેંચ આવી ગયા પછી મોત નિપજ્યું છે.

જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા બ્લોક નંબર ડી/૯/૩૫૫માં રહેતા સાવિત્રીબેન પ્રાગજીભાઈ પાલા નામના ૯૨ વર્ષના વૃદ્ધા ગઈ તા.૨૬ની સાંજે પોતાના ઘરે હતા ત્યારે દીવાબતી કરતા હતા. આ વેળાએ તે વૃદ્ધા કોઈ રીતે દાઝી ગયા હતા. સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયેલા સાવિત્રીબેનનું ગઈ તા.૨૮ના દિવસે મૃત્યુ નિપજ્યું છે. દર્શનભાઈ ડાયાલાલ પાલાએ પોલીસને જાણ કરી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના ગડવાર તાલુકાના વતની શ્રીરામ શિવનારાયણ ગુપ્તા નામના ૪૨ વર્ષના યુવાન ગઈ તા.૨૦ની સાંજે સાડા છ વાગ્યે પોતાની કંપનીમાંથી કામ પૂર્ણ કર્યા પછી કંપનીની બસમાં બેસીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે મોટી ખાવડી ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા જ આ યુવાનની તબિયત લથડી હતી. તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે. વિનોદ રાજનારાયણ ગુપ્તાએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલી ઉનની કંદોરી પાસે સુમરા ચાલીમાં રહેતા મહેશ રાજુભાઈ ચુવાર નામના આડત્રીસ વર્ષના ગોદરીયા યુવાન ખેંચની બીમારીથી પીડાતા હતા. આ યુવાનનું ગઈકાલે સાંજે ખેંચ આવ્યા પછી મૃત્યુ થયું છે. તેના માતા મંગુબેન રાજુભાઈએ પોલીસને વાકેફ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh