Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ ડિવિઝનની ટ્રેનો રદ્દ, આંશિક રદ્દ કે રીશેડ્યુલ કરાઈ: ઘણી ટ્રેનોના રૂટ બદલાયા

રાજકોટ-ખંડેરી-પડધરી સેકસનમાં ડબલ ટ્રેકના કામને કારણે

રાજકોટ તા. ર૪ઃ રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેકશનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલ છે. જેના કારણે ૩૦-જૂન-ર૦ર૪ સુધી રેલ વ્યવહારને અસર થશે.

રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી ૨૪.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી રદ. ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી ૨૫.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી રદ. ટ્રેન નંબર ૧૯૫૭૧ રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ૨૪.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી રદ. ટ્રેન નંબર ૧૯૫૭૨ પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ૨૪.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી રદ થશે.

આંશિક રીતે રદ્દ કરાયેલીટ્રેનો જોઈએ તો ટ્રેન નંબર ૦૯૫૨૧ રાજકોટ-વેરાવળ લોકલ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૨૨ વેરાવળ-રાજકોટ લોકલ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી વેરાવળથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૧૩ રાજકોટ-વેરાવળ લોકલ ૨૪.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૧૪ વેરાવળ-રાજકોટ લોકલ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી વેરાવળથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૦૭ પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી પોરબંદરથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૦૮ રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી ભક્તિનગરથી પોરબંદર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯૪૮૦ ઓખા-રાજકોટ લોકલ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી ઓખાથી હાપા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯૪૭૯ રાજકોટ-ઓખા લોકલ ૨૪.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી હાપાથી ઓખા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૩.૦૬.૨૦૨૪ ના રોજ બરૌનીથી દોડતી ટ્રેન નંબર ૦૯૫૭૦ બરૌની-રાજકોટ સ્પેશિયલ બરૌનીથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૮.૦૬.૨૦૨૪ના રોજ, ટ્રેન નંબર ૦૯૫૬૯ રાજકોટ-બરૌની સ્પેશિયલ સુરેન્દ્રનગરથી બરૌની સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૪.૦૬.૨૦૨૪ ના રોજ રેવાથી દોડતી ટ્રેન નંબર ૨૨૯૩૮ રેવા-રાજકોટ એક્સપ્રેસ રેવાથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૭.૦૬.૨૦૨૪ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર ૨૦૯૧૩ રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી દિલ્હી સરાય રોહિલ્લા સુધી દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૮.૦૬.૨૦૨૪ના રોજ દિલ્લી સરાય રોહિલ્લા થી ચાલતી ટ્રેન નંબર ૨૦૯૧૪દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ દિલ્હી સરાય રોહિલ્લા થી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૫.૦૬.૨૦૨૪ ના રોજ જડચેરલાથી દોડતી ટ્રેન નંબર ૦૯૫૭૬ જડચેરલા-રાજકોટ સ્પેશિયલ જાડચેરલાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૪.૦૬.૨૦૨૪ અને ૨૫.૦૬.૨૦૨૪ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર ૨૨૭૧૮ સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ સિકંદરાબાદથી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૬.૦૬.૨૦૨૪ અને ૨૭.૦૬.૨૦૨૪ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર ૨૨૭૧૭ રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ વાંકાનેરથી સિકંદરાબાદ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૧૦.૦૬.૨૦૨૪ થી ૨૮.૦૬.૨૦૨૪ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૧૧.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ ઉપરાંત ૨૪.૦૬.૨૦૨૪અને ૨૭.૦૬.૨૦૨૪ ના રોજ, બાંદ્રા થી ચાલતી ટ્રેન નં. ૨૨૯૨૩ બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૫.૦૬.૨૦૨૪અને ૨૮.૦૬.૨૦૨૪ ના રોજટ્રેન નં. ૨૨૯૨૪ જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૦૯.૦૬.૨૦૨૪ થી ૨૮.૦૬.૨૦૨૪ સુધી વડોદરાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૦.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી સુરેન્દ્રનગરથી વડોદરા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન પણ જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૃટ પર દોડતી અને રીશેડ્યુલ કરેલ ટ્રેનો જોઈએ તો ટ્રેન નંબર ૧૯૨૫૨ ઓખા-વેરાવળ એક્સપ્રેસ ૨૫.૦૬.૨૦૨૪થી૨૮.૦૬.૨૦૨૪ના રોજ ડાયવર્ટ કરેલા રૃટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈને ચલાવવામાં આવશે.આ ટ્રેન ને રીશેડ્યુલકરવામાં આવેલ છે. આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય થી ૫ કલાક અને ૪૫ મિનિટ મોડી એટ્લે કે ૦૨.૦૦ વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર ૧૯૨૫૧ વેરાવળ-ઓખા એક્સપ્રેસને ૨૫.૦૬.૨૦૨૪થી૨૮.૦૬.૨૦૨૪ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાજેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઈને ચલાવવામાં આવશે.આ ટ્રેન ને રીશેડ્યુલકરવામાં આવેલ છે. આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય થી ૩ કલાક અને ૫૫ મિનિટ મોડી એટ્લે કે ૦૩.૦૦ વાગ્યે ઉપડશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો જોઈએ તો ટ્રેન નંબર ૧૧૪૬૩ વેરાવળ-જબલપુર એક્સપ્રેસને ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ ૨ કલાક ૩૦ મિનિટમોડી એટ્લે કે ૧૨.૩૫ કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને ૨૬.૦૬.૨૦૨૪ના રોજ વેરાવળથી ૧ કલાક ૩૦ મિનિટમોડી એટ્લે કે ૧૩.૨૦ કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૬૩૩૪ તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસને૨૪.૦૬.૨૦૨૪ના રોજતિરુવનંતપુરમથી ૬ કલાક મોડી એટલે કે ૨૧.૪૫ કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૩૨૦ ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને ૨૫.૦૬.૨૦૨૪ના રોજ ઈન્દોરથી ૫ કલાક મોડી એટલે કે ૨૬.૦૬.૨૦૨૪ના રોજ ૦૩.૨૦ કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૧૪૬૪ જબલપુર-વેરાવળ એક્સપ્રેસને ૨૫.૦૬.૨૦૨૪ના રોજ જબલપુરથી ૪ કલાક મોડી એટલે કે ૧૮.૦૦ કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.

તદ્દઉપરાંત માર્ગમાં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો જોઈએ તો, ૨૩.૦૬.૨૦૨૪ ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર ૧૨૪૭૮ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ માર્ગમાં ૩ કલાક મોડી થશે.  ૨૪.૦૬.૨૦૨૪ ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ માર્ગમાં ૩ કલાક મોડી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh