Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાનનો કલેક્ટર જી.ટી. પંડ્યાએ હર્ષદપુરથી કરાવ્યો પ્રારંભ

૯૪ હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાશેઃ

ખંભાળિયા તા. ર૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર હર્ષદપુર-ર (ખંભાળિયા) થી પ્રારંભ જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ કરાવ્યો છે. તા. ર૪ અને રપ જૂન ર૦ર૪ દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મીઓ ટીપાં પીવડાવશે. જિલ્લાના ૧પ૧૪ આરોગ્ય કર્મીઓ, આશા બહેનો દ્વારા ૩૭૯ બુથ પર પલ્સ પોલિયો અભિયાન હાથ ધરાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ 'બાળ લકવા નાબૂદી અભિયાન-ર૦ર૪' અન્વયે નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે ર૩ જૂન ર૦ર૪ અંતર્ગત પોલિયો વિરોધી રસિકરણનો ખંભાળિયાના હર્ષદપુરથી પ્રારંભ કરાવ્યો છે.

જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત ૦ થી પ વર્ષની વય જુથના ૯૪,૬પ૧ હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર ૧પ૧૪ આરોગ્ય કર્મીઓ સેવારત રહીને જિલ્લાના ૩૭૯ પોલિયો બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાયા છે. સમગ્ર જિલ્લામાં ર૩ જૂન ર૦ર૪ ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ ર૪ અને રપ જૂન ર૦ર૪ ના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને ૦ થી પ વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવાઈ રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી ગીતાબેન વનરાજભા માણેક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરી તેમજ ભૂલકાઓના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh