Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના એમ્યુઝમેન્ટ પાર્કમાં દર શનિવારે કૃષિ ઉત્પાદનોની બજાર ભરાય છે, તમને ખબર છે ?
જામનગર તા. ૧પઃ પ્રાકૃતિક કૃષિ કઈ રીતે ખેડૂતોને મદદરૃપ થાય છે અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી કઈ રીતે ઉન્નતિ કરી શકે છે તે અંગે જામનગર જિલ્લાના ખેડૂત ભાવેશભાઈ નંદાએ પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો છે. પ્રાકૃતિક કૃષિ થકી ખેત ઉત્પાદનોનું મુલ્યવર્ધન થતાં ખેડૂતોને આર્થિક રીતે ખૂબ ફાયદો થાય છે. સાથે સાથે સ્વસ્થ સમાજના નિર્માણ માટે પણ પ્રાકૃતિક કૃષિ આધારભૂત ભૂમિકા ભજવે છે. જેથી જિલ્લાના સૌ ખેડૂત ભાઈઓ ગૌ આધારીત પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે ભાવેશભાઈ નંદા દ્વારા અનુરોધ કરાયો છે.
આ અંગે વર્ષ ર૦૧૯ થી પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલ જામનગર જિલ્લાના દડિયા ગામના ખેડૂત ભાવેશભાઈ નંદા જણાવે છે કે પહેલાં હું પણ રાસાયણિક ખેતી કરતો હતો. રાસાયણિક ખેતીથી ખર્ચ વધુ આવતો અને ઉત્પાદન ઓછું મળતું અને જણસના પુરા ભાવો પણ મળતા ન હતાં. ત્યારપછી હું જામનગર જિલ્લામાં ચાલતા આત્મા પ્રોજેકટ સાથે જોડાયો અને મને પ્રાકૃતિક ખેતીના લાભોની આ પ્રોજેકટના માધ્યમથી જાણકારી મળી
રાજ્ય સરકાર તથા આત્મા પ્રોજેકટના માધ્યમથી મેં જામનગર જિલ્લા તથા જિલ્લાની બહાર કૃષિલક્ષી પ્રવાસો કર્યા અને પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો કઈ રીતે સફળ થઈ રહ્યા છે તેની જાણકારી મેળવી અને પ્રાકૃતિક કૃષિ અંગેની પૂરતી તાલીમ લીધી ત્યારબાદ મેં રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો. આજે મારા ઉત્પાદનોનું ુહું જાતે જ વેચાણ કરું છું અને મારા ઉત્પાદનોનું ખૂબ જ સારું મૂલ્યવર્ધન થઈ રહ્યું છે. જેથી મને આર્થિક રીતે ખૂબ જ સારો ફાયદો થઈ રહ્યો છે.
આત્મા દ્વારા જામનગરના એમ્યુઝમેન્ટ પાર્કમાં દર શનિવારે પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોની બજાર ભરાય છે જ્યાં મને નિઃશૂલ્ક જગ્યા ફાળવવામાં આવી છે. ત્યાં હું મારા આ ઉત્પાદનો ખૂબ જ સારા ભાવે વહેંચી શકું છું. આથી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા મારી અપીલ છે. આ માટે પ્રારંભિક તબક્કામાં થોડી જમીનથી શરૃઆત કરી શકાય.
પ્રાકૃતિક ખેતી કરવાથી આપણી જમીન સુધરે છે, ચોખ્ખો ખોરાક મળે છે અને કૃષિ ખર્ચ ઘટે છે તો બીજી તરફ ઉત્પાદનના સારા ભાવો પણ મળે છે અને સમાજને પણ કેન્સર, ડાયાબિટીસ જેવા ગંભીર રોગોથી મુક્તિ મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial