Advertisement
Author: નોબત સમાચાર

હળવા ઝાપટાં પડતા ગરમીમાં રાહત

દ્વારકામાં મોડી રાત્રીથી વરસાદી માહોલ

દ્વારકા તા. ર૪ઃ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ચોમાસાનો વિધિવત આરંભ થઈ ગયો છે. અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી ધોધમાર વરસાદના    અહેવાલ છે. દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગઈ મોડી રાત્રીથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવાર સુધી હળવા ઝાપટાં પડવાના ચાલુ રહ્યા હતાં. વરસાદના કારણે કાળઝાળ ગરમીથી ત્રાસી ગયેલા લોકોને ઠંડક પ્રસરતા રાહત થઈ હતી. વરસાદના કારણે અને તેજ પવનના કારણે દ્વારકાનો દરિયો તોફાની બન્યો હતો અને પાણી કાળું થઈ ગયું છે. દરિયો તોફાની થવા છતાં યાત્રિકો દરિયાકાંઠે જોવા મળ્યા હતાં. જો કે તંત્રના કડક બંદોબસ્તના કારણે દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધનો અમલ થઈ રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh