Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોગવડમાં રાણીશીપ પાસે મકાનમાંથી મળી આવી દારૃની બાવન બોટલઃ
જામનગર તા. ૨૪ઃ જામનગરના બેડી નજીકના ઓવરબ્રિજ નીચેથી શનિવારે રાત્રે એલસીબીએ એક શખ્સ તથા મહિલાને દારૃની નાની મોટી બોટલ તેમજ બીયરના ટીન સાથે પકડી પાડ્યા છે. સુભાષપરામાં એક મકાનમાંથી દારૃના ૨૩ ચપલા અને અંજના સોસાયટીમાં એક મકાનમાંથી બાવીસ ચપલા કબજે કરાયા છે. જોગવડ પાસેથી પોલીસે દારૃની બાવન બોટલ પકડી પાડી છે. આરોપી નાસી જવામાં સફળ થયો છે.
જામનગરના પંડિત નહેરૃ માર્ગના છેવાડા પર આવેલા બેડીના ઓવરબ્રિજ નીચેથી શનિવારે રાત્રે પસાર થતાં એક શખ્સ તથા મહિલાના કબજામાં દારૃનો જથ્થો હોવાની બાતમી એલસીબીના ક્રિપાલસિંહ, વનરાજ મકવાણા, ધર્મેન્દ્રસિંહ નટુભાનેે મળતા રાત્રે ૩ વાગ્યે વોચ ગોઠવવામાં આવી હતી.
તે દરમિયાન બેડી ઓવરબ્રિજ પાસેથી પસાર થતા અંધાશ્રમ આવાસ નજીકની ચેમ્બર કોલોનીમાં રહેતા ધર્મેન્દ્ર પરેશભાઈ ભટ્ટ ઉર્ફે ધમા તથા ડિફેન્સ કોલોનીમાં રહેતા શીલાબેન ફ્રાન્સીસ ઉમેદસિંહ જાડેજા નામના બે વ્યક્તિને રોકી લેવામાં આવ્યા હતા. તેઓની તલાશી લેવાતા તેઓના કબજા માંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની મોટી બોટલ તથા બિયરના ટીન મળી ૨૪૪ બોટલ મળી આવી હતી. એલસીબીએ તે જથ્થો તેમજ એક મોબાઈલ મળી કુલ રૃા.૩૦,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને સામે સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા આમરા ગામના પાટીયા પાસેથી શનિવારે રાત્રે પસાર થઈ રહેલા આમરા ગામના સાજીદ ગફાર પીરજાદા નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે રોકાવી તેની તલાશી લેતા આ શખ્સના કબજામાંથી દારૃની બોટલ મળી આવી હતી.
જામનગર-ખંભાળિયા માર્ગ પર લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા નજીક રાણીશીપ વિસ્તારમાં રહેતા મહિપતસિંહ અનોપસિંહ જેઠવા ઉર્ફે ધમભા નામના શખ્સના રહેણાંકમાં દારૃનો જથ્થો પડ્યો હોવાની બાતમી મેઘપર પોલીસ સ્ટેશનના જમાદાર એચ.યુ. જાડેજા, જે.બી. જાડેજા, યુવરાજસિંહને મળતા ગઈકાલે સાંજે પીએસઆઈ બી.બી. કોડીયાતર તથા સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી અંગ્રેજી શરાબની બાવન બોટલ મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી નાસી ગયો હતોેે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષ પરાની શેરી નં.૨માં એક શખ્સના મકાનમાં દારૃનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી શનિવારે રાત્રે સીટી સી ડિવિઝનના સ્ટાફે મનીષ કિરીટભાઈ નંદા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી. આ મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૨૩ ચપટા મળી આવ્યા હતા. ચપટા સાથે મનિષ નંદાની પોલીસે ધરપકડ કરી છે.
જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલી અંજના સોસાયટીમાં દેવેન્દ્રસિંહ નિરૃભા જાડેજા નામના શખ્સના મકાનમાં ગઈરાત્રે સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડી તલાશી લેતાં તેના મકાનમાંથી દારૃના બાવીસ ચપટા મળી આવ્યા હતા. દેવેન્દ્રસિંહની ધરપકડ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial