Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાનહાનિ-નુકસાન બદલ જામ્યુકો જવાબદાર નહીંઃ
જામનગર તા. રરઃ જામનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ લાઈટની સુવિધા માટે ઉભા કરવામાં આવતા તમામ સ્ટ્રીટ લાઈટના પોલ્સ તથા પાવર ફીડીંગ સેકશન, સુરક્ષાના તમામ પાસાની ચકાસણી કરી ચાલુ કરવામાં આવે છે પરંતુ અનઅધિકૃત માણસો દ્વારા બિન અધિકૃત રીતે સ્ટ્રીટ લાઈટ પોલ્સ સાથે ચેડા કરવામાં આવે છે જેવા કે, પોલ, વાયર ઉપર કપડા સુકવવા, પોલ સાથે ઢોર બાંધવા, પોલ પર હોર્ડિંગ લગાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે, તેથી કરંટ લાગવાની અને માનવ-પશુની જાનહાની થવાની સંભાવના રહે છે.
કેટલીક જગ્યાએ અનઅધિકૃત માણસો દ્વારા સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા પાવર ફીડીંગ સેકશનમાં થી કેબલ કાપી તથા તેને આનુસંગિક ઈલેકટ્રીકલ પ્રોટેકશન સીસ્ટમ માટે જરૃરી રીલે ફફયુઝ, એમ.સી.બી., વગેરે જેવી વસ્તુઓની ચોરી કરીને પાવર ફીડીંગ સેકશનને ગંભીર હાલતમાં મુકવામાં આવે છે. આ ઉપરાંત વાયરો, જંકશન બોકસ તેમજ પાવર ફીડીંગ સેકશનને ખુલ્લા મૂકતા હોવાનું માલુમ પડે છે, જે અત્યંત જ ગંભીર બાબત છે.
જામનગર મ્યુનિ. કોર્પોરેશનની સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા પાવર ફીડીંગ સેકશનમાં ર૩૦/૪૪૦ વોલ્ટના જીવંત પાવર પસાર થતા હોય છે. જેનાથી તેમાં કરંટ લાગવાનો અને જાનહાની થવાની પૂરી સંભાવના છે. તેથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, જામનગર મ્યુનિ. કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટના પોલ્સ તથા પાવર ફીડીંગ સેશનને ચાલુ કે બંધમાં અડકવું નહીં. તેમાંથી બિન અધિકૃત રીતે પાવર લેવી નહીં તથા સ્ટ્રીટ પોલ્સ તથા પાવર ફીડીંગ સેકશનમાંથી કેબલ કાપી તથા તેને આનુસંગિક ઈલેકટ્રીકલ પ્રોટેકશન સીસ્ટમ માટે જરૃરી રીલે ફ્યુઝ, એમસીબી વગેરે જેવી વસ્તુઓની ચોરી કરવી નહીં.
જો કોઈ શખ્સ સ્ટ્રીટ લાઈટ પોલ્સ તથા ફીડીંગ સેકશનમાંથી ચોરી કરશે કે અડકશે કે બિન અધિકૃત રીતે પાવર લેશે કે સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા તેના પાવર ફીડીંગ સેકશન સાથે ઢોર ઢાંખર (પશુ-પ્રાણી) બાંધશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા સદર પરિસ્થિતિમાં જો કોઈ જાનહાની કે અન્ય કોઈપણ પ્રકારનું નુકસાન થશે તો તેની કોઈપણ જાતની જવાબદારી જામનગર મ્યુનિ. કોર્પોરેશનની રહેશે નહિં. તેમ જામનગર મહાનગર-પાલિકાના કમિશનર તથા સિટી ઈજનેર દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial