Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે રાત્રે વરસાદ ૫છી લોકોને રાહતઃ
જામનગર તા. ૨૪ઃ જામનગરમાં આજે સવારે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ૧.૫ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૪ ટકા વધીને ૯૮ ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ગઈકાલે રાત્રે વરસાદ થતાં પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જામનગરમાં સોમવારે સવારે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ૧.૫ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રી ઘટીને ૨૫ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૪ ટકા વધીને ૯૮ ટકાએ પહોંચી ગયું હતું.
નગરમાં અસહ્ય ગરમી અને બફારો શનિવારે અને રવિવારે પણ યથાવત રહેતા પ્રજાજનો પરસેવે રેબઝેબ થઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જામનગરમાં રવિવારે સાંજે પલટાયેલા વાતાવરણ પછી વરસાદ પડ્યો હતો. વરસાદ અને પવનના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.જો કે, પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦થી ૧૫ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial