Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાદરીનું ગળુ કાપ્યુંઃ ખૂનની હોળી ખેલી એક આતંકીયે જાતને ઊડાવી દીધી
મોસ્કો તા. ર૪ઃ રશિયાના દાગેસ્તાનમાં ચર્ચ, યહુદી મંદિર, પોલીસ સ્ટેશન ઉપર ત્રાટકીને આતંકીઓએ કાળોકેર મચાવ્યો હતો, જેથી રસ્તાઓ ઉપર લાશોના ઢગલા થયા હતાં. તેઓએ ચર્ચમાં પાદરીનું ગળુ વાઢી લીધું હતું. ૧પ પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે. અનેક નાગરિકોના પણ મોત થયા છે. ૬ હુમલાખોર ઠાર કરાયા છે.
રશિયાના દાગેસ્તાનમાં આતંકીઓએ મોટો આતંકી હુમલો કર્યો છે. આતંકવાદીઓએ બે ઓર્થોડોક્સ ચર્ચ, એક સિનાગોગ અને ટ્રાફિક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં એક પૂજારી અને ૧પ સુરક્ષાકર્મીઓ સહિત રર લોકોના મોતના સમાચાર પણ છે.
રશિયન પોલીસની જવાબી કાર્યવાહીમાં છ હુમલાખોરો પણ માર્યા ગયા હતાં, જ્યારે ર૬ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે અને એક આતંકવાદીએ પોતાની જાતને વિસ્ફોટકોથી ઊડાવી દીધી હતી. આ હુમલા પ્રાદેશિક રાજધાની મખાચકલા અને ડર્બેન્ટ શહેરમાં થયા છે.
અજાણ્યા હુમલાખોરો મખાચકલામાં ધાર્મિક ઈમારતો પર સ્વચાલિત હથિયારોથી ફાયરીંગ વાહનમાં ભાગી ગયા હતાં. આતંકવાદીઓએ રશિયાના દાગેસ્તાનમાં બે ચર્ચ, એક સિનાગોગ (યહુદી મંદિર) અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો, જેમાં એક પાદરી અને ૧પ પોલીસકર્મીઓ સહિત સંખ્યાબંધ નાગરિકોના મોત થયા છે. રપ પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તે જ સમયે ર આતંકવાદી પણ માર્યા ગયા છે.
સીએનએન અનુસાર આતંકવાદીઓએ પૂજારીનું ગળું કાપી નાખ્યું હતું. પાદરી ૬૬ વર્ના હતાં, જે યહુદી મંદિર અને ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો છે, તે દાગેસ્તાનના ડર્બેન્ટ શહેરમાં સ્થિત છે, જે મુસ્લિમ બહુમતી ઉત્તર કાકેશસમાં યહુદી સમુદાયનો ગઢ છે, જ્યારે હુમલો થયો તે પોલીસ સ્ટેશન ડર્બેન્ટથી ૧રપ કિ.મી. દૂર દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં છે.
રોયટર પાસેથી મળેલી માહિતી મુજબ પ્રાર્થના ગૃહ અને ચર્ચ અને દાગેસ્તાનના કર્બેન્ટ શહેરમાં સ્થિત છે. ઉત્તર કાકેશસનો આ મુખ્યત્વે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. જ્યાં પ્રાચીન યહુદી સમુદાયના લોકો રહે છે. આતંકવાદીઓએ લગભગ ૧રપ કિલોમીટર (૭પ માઈલ) દૂર દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં એક પોલીસ ચોકી પર પણ હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે હુમલા પછી પ્રાર્થના ગૃહમાં આગ લાગી હતી અને ચર્ચમાંથી ધૂમાડો પણ નીકળતો જોવા મળ્યો હતો.
ડર્બેન્ટમાં એક ચર્ચ પર થયેલા હુમલામાં ૬૬ વર્ષીય ઓર્થોડોક્સ પાદરીનું મોત થયું હતું. અગાઉ સ્થાનિક સરકારી અધિકારીએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેનું ગળું કાપી નાખ્યું હતું. ડર્બેન્ટમાં પોલીસ અધિકારીઓ પર થયેલા હુમલાને વીડિયોમાં કેદ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયાપર શેર કરવામાં આવ્યો હતો. ક્લિપમાં જોરથી ગોળીબાર સંભળાય છે, જેમાં પોલીસની અનેક ગાડીઓ રોડ પર પાર્ક કરેલી જોઈ શકાય છે. સત્તવાળાઓ હુમલાખોરો સામે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ ડર્બેન્ટમાં હજુ પણ ગોળીબારના અવાજો સંભળાય છે. સ્થાનિક સત્તાવાળાઓ હજુ પણ ઓર્થોડોક્સ ચર્ચની નજીક હુમલાખોરો સામે લડી રહ્યા છે.
રશિયન સમાચાર એજન્સીઓ અનુસાર દેશના આંતરિક બાબતોના મંત્રાલયે કહ્યું કે બે હેમલાખોરોને ઠાર કરવામાં આવ્યા છે. હુમલાખોરો સૌ પ્રથમ ડર્બેન્ટમાં કારમાં ભાગતા જોવા મળ્યા હતાં. દાગેસ્તાનના વડા સર્ગેઈ મેલિકોવે કહ્યું, 'અજાણ્યા લોકોએ રવિવારે રાત્રે ડર્બેન્ટ અને મખાચકલામાં જાહેર પરિસ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો. દાગેસ્તાનના પોલીસ અધિકારીઓ તેમના માર્ગમાં ઊભા હતાં. પ્રાથમિક માહિતી અનુસાર તેમની વચ્ચે કેટલીક જાનહાનિ થઈ છે. તમામ સેવાઓ સૂચના મુજબ કામ કરી રહી છે. હુમલાખોરોની ઓળખ કરવામાં આવી રહી છે.'
સૂત્રોએ જણાવ્યું કે, તાજેતરના વર્ષોમાં દાગેસ્તાનમાં હિંસા ઘટી છે. પડોશી રશિયાન પ્રજાસત્તાક ચેચન્યામાં જે પ્રકારનો સંઘર્ષ થયો હતો તે પ્રદેશે ક્યારેય અનુભવ્યો નથી, જ્યાં રશિયન દળો અને અલગતાવાદીઓએ એક જ સમયે બે ઘાતકી યુદ્ધો લડ્યા હતાં.
રશિયાની રાષ્ટ્રીય આતંવાદ વિરોધી સમિતિએ પણ એક નિવેદનમાં હુમલાની પુષ્ટિ કરી છે. દાગેસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે સશષા માણસોના એક જુથે એક સિનાગોગ અને એક ચર્ચ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ર આતંકવાદીઓ માર્યા ગયા છે.
અલજઝીરા ન્યૂઝ નેટવર્ક અનુસાર ડર્બેન્ટમાં એક સિનાગોગ અને ચર્ચમાં આતંકી હુમલાને કારણે આગ લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. હુમલા પછી હુમલાખોરો કારમાં ભાગતા જોવા મળ્યા હતાં. આતંકવાદીઓએ અન્ય યહુદી મંદિર પર પણ ગોળીબાર કર્યો હતો. સારી વાત એ હતી કે તે સમયે ત્યાં કોઈ નહોતું.
રશિયન સમાચાર એજન્સી ટીએએસએસ એ અહેવાલ આપ્યો છે કે હુમલાખોરો આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના સભ્યો હતાં. હાલ કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial