Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર ટ્રાફિકજામઃ રીંગ રોડ કયારે બનશે? પ્રવાસીઓ પરેશાન

જયેષ્ઠ પૂર્ણિમાના પર્વે પૂનમ ભરવા યાત્રિકોનો ધસારો

દ્વારકા તા. ૨૪ઃ ભાવિકોના અભૂતપૂર્વ ધસારા અને રોડ નિર્માણના કાર્યને લીધે દ્વારકા-ઓખા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. દ્વારકાની ફરતે રીંગરોડની યોજના તાકીદે અમલમાં મૂકવાની માંગણી ઉઠી છે.

જયેષ્ઠ માસની પૂર્ણિમાને લીધે દર વખતની જેમ યાત્રાધામ દ્વારકામાં પૂનમ ભરવા આવતા ભાવિકોનો જબરદસ્ત ટ્રાફિક જોવા મળ્યો હતો. હાલમાં દ્વારકા-ઓખા હાઈવે વિસ્તૃતીકરણની કામગીરી ચાલી રહી હોય જેના કારણે દ્વારકાથી બેટ દ્વારકા-નાગેશ્વર વિગેરે તીર્થસ્થળો તથા પર્યટન સ્થળે પ્રવાસીઓની ગાડીઓની કતારો લાગતા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે પ્રવાસીઓને ચોમાસાની ગરમીમાં ઉકળાટથી પરેશાન થયા હતાં.

દ્વારકામાં ચાલી રહેલા વિકાસકાર્યો પૈકીના એક એવા દ્વારકાને ફરતો રીંગ રોડ બનાવવાના સરકારની મહાત્વાકાંક્ષી યોજના હોય જેના પર લાંબા સમયથી અમલવારી થઈ નીથ. જો આ રીંગ રોડ બની જાય તો શિવરાજપુર, બેટ, દ્વારકા, નાગેશ્વર જેવા ઈચ્છુક વાહનો સીધા જ રીંગ રોડથી પસાર થઈ બારોબાર પહોંચી શકે તેમ હોય વારંવાર દ્વારકાના શહેર મધ્યમાંથી પસાર થતાં હાઈવે પર રોજબરોજ થતાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા રીંગ રોડની કામગીરી તૂર્તમાં શરૃ કરવાની માંગણી ઉઠી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh