Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૪ઃ દર વર્ષે તા. ૧૪ મી જૂનના 'વિશ્વ રક્તદાતા દિવસ/વર્લ્ડ બ્લડ ડોનર ડે' નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગરહણ કરવામાં આવે છે, જ ેના ભાગરૃપે તા. ૧૪ મી જૂનના જામનગર કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા સહિત ઉપસ્થિત કર્મચારીઓએ રક્તદાન ઝુંબેશનો વ્યાપ વધારવા અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગરહણ કર્યા હતાં.
કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે 'ર૦ યર્સ ઓફ સેલિબ્રેટીંગ ગિવિંગ, થેન્ક યુ બ્લડ ડોનર્સ' થીમ નક્કી કરવામાં આવી છે. આજના દિવસે રાજ્યમાં સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, મેડિકલ કોલેજીઝ, બ્લડ બેંકો અને ખાનગી હોસ્પિટલ્સ દ્વારા સાથે મળીને ગ્રુપ બ્લડ ટેસ્ટીંગ એક્ટિવિટિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સામાન્ય નાગરિકો તેમના બ્લડ ગ્રુપ વિષે જાણકારી મેળવી શકે અને આકસ્મિક સંજોગોમાં રક્તદાન કરવા માટે તેઓ પ્રેરિત બને. સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ માનવ કલ્યાણનું સર્વોત્તમ કાર્ય છે. આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર તેમજ કલેક્ટર કચેરીની વિવિધ શાખાના અધિકારીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial