Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિરોધપક્ષોએ સંસદ સંકુલમાં વિરોધપ્રદર્શન પછી બંધારણની નકલો સાથે કર્યો પ્રવેશ
નવી દિલ્હી તા. ર૪ઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભર્તુહરિ મહતાબને પ્રો-ટેમ સ્પીકરના શપથ લેવડાવ્યા પછી આજે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મંત્રી મંડળના સભ્યો સહિત ૧૮મી લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોને સંસદસભ્ય તરીકે શપથ લેવડાવ્યા હતાં. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સરકાર રચવા માટે બહુમતી જરૃરી હોય છે, પરંતુ દેશ ચલાવવા માટે સર્વસમતિ જરૃરી હોય છે આથી અમે સૌને સાથે લઈને ચાલવા માંગીએ છીએ. બીજી તરફ વિપક્ષના સંસદસભ્યોએ સરકારના અભિગમના વિરોધમાં સંસદ સંકુલમાં બંધારણની નકલો સાથે લઈને વિરોધ-પ્રદર્શનો કર્યા હતા અને 'નીટ નીટ'ના સુત્રોચ્ચાર સાથે સંસદમાં પ્રવેશ કર્યો હતો.
આજથી ૧૮મી લોકસભાનું સત્ર શરૃ થઈ ગયું છે. આ સત્ર અનેક રીતે ઘણું ખાસ બનવાનું છે. પહેલા સત્રમાં સૌથી પહેલા પ્રોમેટ સ્પીકર ભર્તુહરિ મહતાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ સાંસદોને શપથ લેવડાવ્યા હતાં. આ સાથે જ સ્પીકરની પણ ચૂંટણી થશે. આ દરમિયાન ર૭ જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદના બંને ગૃહમાં સંયુકત બેઠક સંબોધિત કરશે. ત્યાર પછી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી ર૮ જૂને ધન્યવવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૃ થશે અને ર કે ૩ જુલાઈએ વડાપ્રધાન મોદી તેનો જવાબ આપશે. આ સત્ર ર૪ જૂનથી શરૃ થઈને ત્રીજી જુલાઈ સુધી ચાલશે. આ દસ દિવસમાં કુલ આઠ બેઠક થશે. એ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભર્તુહરિ મહતાબને પ્રોટેમ સ્પીકરના શપથ લેવડાવશે.
૧૮ મી લોકસભાનું પહેલું સત્ર શરૃ થઈ ગયું છે. આ દરમિયાન ગૃહમાં સૌથી પહેલા રાષ્ટ્રગાન થયું અને બાદમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ. ત્યાર પછી વડાપ્રધાન મોદી સહિતના સાંસદોએ શપથ લેવાનું શરૃ કર્યું. આ દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા ઊભા થયા ત્યારે વિપક્ષી સભ્યોએ 'નીટ નીટ, સેઈમ સેઈમ' ના સુત્રોચ્ચાર કરીને ભારે હોબાળો કર્યો. નોંધનીય છે કે વિપક્ષ નીટ પેપર લીક મામલામાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી રહ્યો છે.
સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષના આઈ.એન.ડી. આઈ.એ. ગઠબંધનના સાંસદોએ બંધારણની કોપી સાથે સંસદની બહાર કૂચનું આયોજન કર્યું હતું. તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાઅર્જુન, ખડગે પણ હાજર હતાં. તેના પછી તમામ સાંસદો ગૃહમાં બંધારણની નકલ લઈને પહોંચ્યા હતાં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે, અમે બંધારણને બચાવવાના જે પ્રયાસો કર્યા તેમાં જનતા અમારી સાથે છે, પરંતુ મોદીજીએ બંધારણ તોડવાનો પ્રયાસ કર્યો. એટલા માટે આજે અમે અહીં એકઠા થઈને વિરોધ કરી રહ્યા છીએ. અહીં ગાંધીજીની પ્રતિમા હતી અને અમે અહીં જ વિરોધ કરી રહ્યા છીએ. દરેક લોકતાંત્રિક નિયમો તોડવામાં આવી રહ્યા છે. એટલા માટે આજે અમે મોદીજીને કહી રહ્યા છીએ કે બંધારણનું પાલન કરો.
વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકે શપથ લઈ લીધા બાદ પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબે રાધા મોહનસિંહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ફગ્ગનસિંહ, ગૃહમંત્રી અમિત શાહને શપથ અપાવ્યા હતાં. તેમના બાદ નવા સાંસદોને શપથ અપાવવામાં આવ્યા હતાં.
૧૮મી લોકસભાના પ્રથમ સત્રની શરૃઆત થઈ ચૂકી છે. વિપક્ષે શરૃઆતથી જ સરકારને ઘેરવાની યોજના સાથે કમર કસી લીધી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સતત ત્રીજી વખત સાંસદ તરીકે શપથ લીધા હતાં. હવે પીએમ મોદી બાદ અન્ય મંત્રીઓ પણ શપથ લેશે.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે દેશને એક જવાબદાર વિપક્ષની જરૃર છે. અમે આશા રાખીએ છીએ કે વિપક્ષ દેશના લોકતંત્રની ગરીમાને જાળવી રાખશે. જનતા આશા રાખે છે કે વિપક્ષ સારા પગલાં ભરશે. દેશને એક સારા વિપક્ષની જરૃર છે. અમે બધાને સાથે લઈને ચાલવા માછીએ છીએ. નવા સાંસદોને અમે શુભેચ્છા પાઠવી છીએ. નવા ચૂંટાયેલા સાંસદોનું સ્વાગત કરીએ છીએ. ગતિ, નવી ઊંચાઈ મેળવવા આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ આજે પહેલીવાર સંસદની બહાર સંબોધન કર્યું હતું. ૧૮ મી લોકસભાના પ્રથમ સત્રની શરૃઆત પહેલા તેમણે કહ્યું કે નવા સંકલ્પો સાથે કામ કરશે આ ૧૮ મી લોકસભા, તેમણે કહ્યું કે આવતીકાલે રપ જૂન છે અને તે દિવસે દેશમાં ઈમરજન્સી કાળ એટલે કે ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા લાગુ કરાયેલી કટોકટીને પ૦ વર્ષ પૂરા થઈ જશે. દેશને એક કેદખાનું બનાવી દેવામાં આવ્યું હતું. લોકતંત્ર માટે રપ જૂનનો દિવસ ભૂલી જવાનો દિવસ છે. લોકતંત્ર પર એ ઘટના એક કલંક સમાન.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial