Advertisement
Author: નોબત સમાચાર

પ્રતિબંધનો ઉલાળિયો કરી દરિયામાં ગયેલા પાંચ માછીમાર સામે નોંધાયો ગુન્હો

એસઓજી દ્વારા ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગઃ

ખંભાળિયા તા. ૨૪ઃ દેવભૂમિ દ્વારકા એસઓજી દ્વારા ડ્રોનથી કોસ્ટલ સિક્યુરિટી પેટ્રોલીંગ શરૃ કરવામાં આવ્યું છે. જેમાં પાંચ માછીમાર ઝડપાયા છે. હાલમાં માછીમારી સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં આ માછીમારો તેનું ઉલ્લંઘન કરીને દરિયામાં માછીમારી માટે ગયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કોસ્ટલ સિક્યુરિટી પેટ્રોલિંગ માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ શરૃ કરવામાં આવ્યો છે.

તે દરમિયાન શનિવારે એસઓજી સ્ટાફ દ્વારા ઈન્ચાર્જ પીઆઈ પી.સી. સીંગરખીયાના વડપણ હેઠળ સલાયા મરીન પોલીસ સ્ટેશન હેઠળના દરિયા કાંઠે ડ્રોનથી પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે કેટલાક માછીમારો દરિયામાં જોવા મળ્યા હતા. હાલમાં દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં આ માછીમારો દરિયામાં દૃષ્ટિગોચર થતાં એસઓજી દોડી હતી.

સલાયાના દરિયાકાંઠેથી હસન અબ્દુલ હુંદડા, ઈનાયત અનવર ગંઢાર, ઉમર હુસેન ચમડીયા, અયુબ કાસમ સુંભણીયા, હુસેન ઓસમાણ ભાયા નામના પાંચ માછીમારો પ્રતિબંધ હોવા છતાં દરિયામાં જઈ માછીમારી કરતા હોવાનું ખૂલ્યું છે. પાંચેય સામે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh