Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૪ઃ ગઈકાલ તા.ર૩ ના પલ્સ પોલીયો અભિયાન હેઠળ ૦ થી પ વર્ષના બાળકોને પોલીયોના બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતાં. શહેરમાં નિલકંઠ નગર વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢાને હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
૧૯૯પમાં પોલીયો વિરોધી ટીપાં પીવડાવવાની શરૃઆત કરવામાં આવી હતી. પરિણામે છેલ્લા એક દાયકામાં પોલીયોનો એક પણ કેસ નોંધાયો નથી. જામનગરમાં ૩૯૦ બુથની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આંગણવાડી કાર્યકર, આશા વર્કર, આરોગ્ય વિભાગના કર્મચારી મળી આશરે ૧૬૦૦ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતાં. જે બાળકો ગઈકાલે બાકી રહી ગયા છે તેમને ઘરે-ઘરે જઈને આજે અને આવતીકાલે પોલીયોના ટીપાં પીવડાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial