Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ક્રિકેટ બંગલા તથા તળાવની પાળે આવતીકાલે થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી

કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો જોડાશે

જામનગર તા. ર૦: આવતીકાલે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયનમાં જિલ્લા તથા રણમલ તળાવમાં મહાનગરપાલિકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિત બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ ઉજવણીમાં જોડાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ર૦૧૪માં યુનાઈટેડ નેશન્સ દ્વારા ર૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ર૦૧પ થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે.

જે અંતર્ગત ચાલુ વર્ષ તા. ર૧ મી જૂન ર૦ર૪ ના ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રકક્ષા ઉજવણીના કાર્યક્રમ માટે શ્રીનગરની પસંદગી થયેલ છે.

ગુજરાતમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલ નડાબેટમાં રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય અને બોર્ડર સિકયોરીટી ફોર્સના સહ આયોજનમાં યોજાનાર છે. ૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષથી થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવેલ છે. ગુજરાતના ૩૧ર મુખ્ય સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસીન ઉજવણી કરવામાં આવનાર છે.

આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈટીઆઈ. જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર ગુજરાત યોગમય બનશે.

જે અન્વયે જામનગરમાં પણ વહીવટી તંત્ર દ્વારા તાલુકાકક્ષા, નગરપાલિકાકક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકાની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ રણમલ તળાવ ગેટ નં. ૦૧માં અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગરમાં થનાર છે. ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ મયીબેન ગરચર તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યો, અન્ય પદાધિકારીઓ તેમજ કલેકટર જામનગર, જિલ્લા વિકાસ અધિકારી જામનગર, પોલીસ અધિક્ષક જામનગર વગેરે તેમજ મહાનગરપાલિકા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ પૂનમબેન માડમ અને મેયર વિનોદભાઈ ખીમસૂર્યા તેમજ તમામ કોર્પોરેટરઓ અને અન્ય પદાધિકારીઓ, કમિશનર, નાયબ કમિશનર તેમજ અધિકારીઓ ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત રહેશે.

જામનગર જિલ્લાના તાલુકા કક્ષા-નગરપાલિકા કક્ષાના સંયુકત કાર્યક્રમ કાલાવડમાં જીપીએસ સ્કૂલ કાલાવડ, ધ્રોલમાં જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ, જામજોધપુરમાં વિઝન સ્કૂલ જામજોધપુરમાં યોજાનાર છે. તાલુકા કક્ષાના કાર્યક્રમ જોડિયામાં સાંઈ વિદ્યાસંકુલ, જોડિયા અને લાલપુરમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ વીર સાવરકર હાઈસ્કૂલ તેમજ જામનગર ગ્રામ્યનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, નાઘેડીમાં યોજાનાર છે. નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ સિક્કા નગરપાલિકા સંચાલિત શાળા, સિક્કામાં યોજાશે.

જામનગર જિલ્લાની તમામ જનતાને આ ર૧મી જૂનના ભવ્ય કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા અનુરોધ કરાયો છે અને જામનગરના કાર્યક્રમને સફળ બનાવવા જાહેર આમંત્રણ અપાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh