Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચેક વર્ષથી હરસની પીડાતા હતાઃ
જામનગર તા. ૨૦: જામનગરના ગાંધીનગર રોડ પર ગોકુલધામ સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં રહેતા પ્રૌઢે હરસ-મસાની બીમારીથી કંટાળી જઈ ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે.
જામનગરના ગાંધીનગર મેઈન રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટીની શેરી નં.૨માં સાશ્વત એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા રણજીતસિંહ વીરાજી કંચવા (ઉ.વ.પ૮) નામના પ્રૌઢ પાંચેક વર્ષથી હરસ તથા મસાની બીમારીથી પીડાતા હતા.
સારવાર લેવા છતાં સારૃં થતું ન હોવાથી કંટાળી ગયેલા આ પ્રૌઢે ગઈકાલે સવારે પોતાના ઘરે ઓરડામાં રહેલા સીલીંગ ફેનમાં ચાદર વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં તેઓને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ તે પહેલાં આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના પુત્ર રવિરાજસિંહે પોલીસને જાણ કરી છે. પીએસઆઈ આર.પી. અસારીએ અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial