Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં રેલવે સ્ટેશનના નવીનિકરણ માટે
ખંભાળિયા તા. ર૦: ખંભાળિયામાં રેલવે સ્ટેશન પાસે રેલવે તંત્ર દ્વારા આડેધડ પાર્કિંગ દંડ વસૂલવાનો નાગરિક સમિતિ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે.
ખંભાળિયા શહેરમાં આવેલા રેલવે સ્ટેશનનું હાલ નવીનિકરણ થઈ રહ્યું છે જે સારી બાબત છે, પણ આ નવીનિકરણ ચાલુ છે, ત્યારે આસપાસ રસ્તા નવા બને છે, ખોદકામ ચાલે છે, પાર્કિંગનું સ્થળ પણ ખોદાઈ ગયું છે ત્યારે રેલવે સ્ટેશને કોઈને મૂકવા-તેડવા આવેલા વાહનચાલકોને નો-પાર્કિંગમાં વાહન રાખવા કહી દંડ વસૂલાતો હોય, ભારે રોષ સાથે નાગરિક સમિતિએ વિરોધ વ્યક્ત કર્યો છે.
સંસ્થાના ડો. એચ.એન. પડિયા તથા ડો. તુષારભાઈ ગોસ્વામીએ જણાવેલ કે હાલ પાર્કિંગની જગ્યા ના હોય, નો-પાર્કિંગ ઝોન લખેલી જગ્યાએ કોઈ વાહન રાખે તો તુરત જ રેલવે પોલીસ આવી જાય અને તમે વૃદ્ધ બાળક, મહિલા કે કોઈને લઈને મૂકવા-તેડવા જતા હોં તો પણ પોલીસ તમને પકડી રેલવે પોલીસના ઉચ્ચ અધિકારી પાસે લઈ જાય અને વિગતો પૂછી કોમ્પ્યુટરમાં ફોર્મ ભરાવે. તમારા સગાવહાલા તેડવા-મૂકવાનું બાજુ પર રહે પછી દંડ ભરવા ૧પ દિવસ પછીની તારીખ આપે હાજર દંડ ભરવા ભૂલથી વાહન પાર્ક કરનાર તૈયાર હોય તો પણ પંદર દિવસ પછી આવા ૪૦/પ૦ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરી ગુનો પાર્કિંગ કર્યાનો કબૂલીને ૧૦૦ રૂપિયા દંડ ભરાવે.!
પાર્કિંગની સવલત નથી. હાલ નવું સ્ટેશન બને છે ત્યારે આવી કડકાઈ શા માટે? રેલવે તંત્ર અશોક મીલ પાસે કે જડેશ્વર રોડ પર ખાડા સમતોલ કરતું નથી. પાર્કિંગની વ્યવસ્થા કરતું નથી ને આમાં કેમ આવી કડકાઈ? તેવી ફરિયાદ નાગરિક સમિતિએ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial