Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મનપા અને કલેક્ટર કચેરીની સંયુક્ત મોકડ્રીલ
જામનગર તા. ર૦: જામનગર જી.એસ.એફ.સી.માં એમોનિયા ગેસ લીકેજ સમયે ઈમરજન્સીમાં બચાવકાર્ય અંગેની મોકડ્રીલ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મોકડ્રીલમાં ફાયર, આરોગ્ય, ૧૦૮ એમ્બ્યુલન્સ, આપત્તિ વ્યવસ્થાપન સહિતના વિભાગોએ જોડાઈ ત્વરિત કામગીરી હાથ ધરી હતી.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપક કેન્દ્ર કલેક્ટર કચેરી જામનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જામનગર જી.એસ.એફ.સી.માં એમોનિયા લીકેજ સમયે ઈમરજન્સીમાં બચાવ રાહત કાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય ઈન્સિડેન્ટ કમાન્ડર તરીકે આ મોકડ્રીલમાં સહભાગી થયા હતાં. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ જામનગર, મહાનગરપાલિકાની ફાયર શાખા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, આરોગ્ય વિભાગ, ૧૦૮ ઈમરજન્સી સેવા સહિત તમામ સંલગ્ન વિભાગોના સભ્યોએ પોતાની એસઓપી મુજબની તાકીદની કામગીરી મોકડ્રીલ દરમિયાન પૂર્ણ કરી હતી.
મોકડ્રીલ પૂર્ણ થયા પછી ડી-બ્રીફ મિટિંગ યોજવામાં આવેલ હતી, જેમાં તમામના મંતવ્યો જાણી પ્રાંત અધિકારી ગ્રામ્ય દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવેલ. ભવિષ્યમાં જો આવી કોઈ આપત્તિ થાય ત્યારે વિવિધ વિભાગની શું ફરજ હોય છે, તેની ચર્ચા કર્યા પછી આ ડ્રીલમાં સહભાગી થયેલ તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી આ મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial