Advertisement
Author: નોબત સમાચાર

વેપારી પર હુમલાના કેસમાં આરોપીએ કરેલી જામીન અરજી નકારતી અદાલત

આરોપીને પેરિટીનો લાભ ન મળેઃ

જામનગર તા. ૨૦: કાલાવડના એક આસામી પર દુકાને આવવાની ના પાડવામાં આવતા છરીથી ત્રણ શખ્સે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે ગુન્હાના બે આરોપીની જામીન અરજી મંજૂર થતાં ત્રીજા આરોપીએ પણ અરજી કરી હતી. અદાલતે તેની અરજી નકારી કાઢી છે. કાલાવડમાં રહેતા હસન જમાલભાઈ સંધીએ પોતાની દુકાને આવવાની ના પાડતા ફરદીનખાન, લતીફ, એજાઝ ઓસમાણ સમા નામના શખ્સોએ છરીથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત આરોપી પૈકીના લતીફ સમા સહિતના આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. અન્ય આરોપી જામીન મુક્ત થયા પછી લતીફ સમાએ જામીનમુક્ત થવા અરજી કરી પેરિટીનો લાભ મળવો જોઈએ તેવી દલીલ કરી હતી. તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh