Advertisement
Author: નોબત સમાચાર

વાગડીયા ગામના પરિણીતા પિયરે જવાનું કહી ત્રણ વર્ષની પુત્રી સાથે ગુમ

માતા-પુત્રીના ફોટા, વર્ણન મેળવી પોલીસ તપાસ શરૃઃ

જામનગર તા. ૨૦: જામનગરના વાગડીયા ગામના એક ચારણ પરિણીતા ગયા ગુરૂવારે પોતાની ત્રણ વર્ષની પુત્રીને સાથે રાખીને પિયર જવા માટે નીકળ્યા પછી ગુમ થઈ જતાં પતિએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ મહિલા તથા તેની પુત્રીનો ફોટો અને વર્ણન મેળવી તપાસ આરંભી છે.

જામનગર તાલુકાના વાગડીયા ગામમાં રહેતા હીભાભાઈ આલસુરભાઈ ચારણ નામના યુવાને પોતાના પત્ની રાજલબેન (ઉ.વ.૩૦) પોતાના ઘરેથી ગઈ તા.૧૩ની સવારે ત્રણ વર્ષની પુત્રી રૂપલને સાથે રાખી માવતરે જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગયાની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.

ઉપરોક્ત તસ્વીરવાળા મહિલા તથા તેમની પુત્રી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. આ મહિલાએ છેલ્લે લાલ ઓઢણી તથા કાળા રંગનો ચણીયો અને બાળકી રૂપલે ગુલાબી કલરનું ફ્રોક ધારણ કરેલું હતું. તેણી ગયા ગુરૂવારે સવારે સાતેક વાગ્યે માવતરે જવાનું કહીને નીકળ્યા હતા. તે પછી માવતરે નહીં પહોંચતા પતિ હીભાભાઈએ તપાસ કર્યા પછી સંભવિતઃ તમામ સ્થળોએ પત્ની, પુત્રીની શોધ કરી હતી. તેમ છતાં પત્તો નહીં સાંપડતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે માતા-પુત્રીના ફોટા, વર્ણન સહિતની વિગતો મેળવી તપાસ આરંભી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh