Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં 'મહારાજ' ફિલ્મને પ્રદર્શિત કરવા સામે વિરોધ

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, વૈષ્ણવ સમાજ દ્વારા રજૂઆત

ખંભાળીયા તા. ર૦: નેટફીકસ ઓટીટી પ્લેટફોર્મ પર શ્રીકૃષ્ણ એવમ મહાપ્રભુજી વિષે ખૂબ જ બિભત્સ ટિપણ કરતી 'મહારાજ' ફિલ્મના પ્રદર્શનના વિરોધ કરવા ખંભાળીયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ અને વૈષ્ણવ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને સામૂહિક આવેદનપત્ર આપવામાં જણાવ્યું હતું. આ ફિલ્મનું પ્રદર્શન અટકાવવા માંગણી કરી હતી. આ ફિલ્મમાં શ્રીકૃષ્ણ ભગવાન તથા પવિત્ર પુષ્ટીમાર્ગીય ધર્મને અશ્લિલતા સાથે દેખાડવાના પ્રયત્નો થયા છે. સમસ્ત હિન્દુ સનાતન ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય થયું હોય ફિલ્મ પ્રદર્શિત કરવી નહીં ની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિહિપના પ્રવિણસિંહ કંચવા, બજરંગદળના ઈશ્વરભાઈ સોલંકી, વૈષ્ણવ સંપ્રદાય વલ્લભકૂળના ગોસ્વામી શ્રી માધવીવહુજી યશોદાનંદજી મહારાજ, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રમેશભાઈ લાલ, ભમબાપુ, ઈન્દ્રજીતસિંહ પરમાર, ધીરજલાલ ટાકોદરા જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh