Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલાનો આબાદ બચાવઃ ઈદ માટે ગયા હતા મેવાસાઃ
જામનગર તાા. ૨૦: કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં પાણી ભરેલા પચ્ચાસેક ફૂટ ઉંડા ખાડામાં ગઈકાલે સાંજે જામનગરની એક તરૂણી, મેવાસાના મહિલા, તરૂણી સહિતના પાંચ વ્યક્તિ ડૂબ્યા પછી બે તરૂણીના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા છે. એક મહિલાનો આબાદ બચાવ થયો છે. જામનગરથી ઈદનો તહેવાર ઉજવવા એક પરિવાર મેવાસા ગયો હતો. આ પરિવારની તરૂણીનું આકસ્મિક મૃત્યુ નિપજ્યું છે. આ બનાવે મેવાસામાં શોક પ્રસરાવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં સીમ વિસ્તારમાં આવેલા પાણીના પચ્ચાસેક ફૂટ ઉંડા ખાડામાં ભરેલા પાણીમાં ગઈકાલે બપોરે જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા સુજાનબેન મુસ્તાકભાઈ બ્લોચ (ઉ.વ.૧૩) તેમજ મેવાસા ગામના સીમરનબેન ગનીભાઈ મકરાણી (ઉ.વ.૧૬), રૂબીનાબેન (ઉ.વ.૩૦) સહિતના પાંચ વ્યક્તિ ગરમીમાં રાહત મેળવવા ન્હાવા માટે ઉતર્યા હતા.
ઉપરોક્ત વ્યક્તિઓ તે તલાવડા પછી સીમરન તથા સુજાન ઉંડાણમાં ડૂબવા માંડ્યા હતા. આ વેળાએ બાકીના વ્યક્તિઓએ બૂમો પાડતા ત્યાં હાજર કેટલાક વ્યક્તિઓ તલાવડામાં કૂદી પડ્યા હતા. તેઓએ પાંચેય વ્યક્તિને બહાર કાઢવાની તજવીજ શરૂ કરી હતી જેમાં રૂબીનાબેનને તરત જ બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી.
બાકીના વ્યક્તિઓની પાણીમાં ભારે શોધખોળ કરવામાં આવી હતી. જેમાં સુજાન બ્લોચ તથા સીમરન મકરાણીના મૃતદેહો પાણીમાંથી મળી આવ્યા હતા.
બંને તરૂણીના મૃતદેહો બહાર કઢાયા પછી પોલીસને જાણ કરાતા કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. મૃતદેહોને પીએમ માટે ખસેડાયા પછી તેમના પરિવારોને સોંપી આપવામાં આવ્યા હતા. જેમાંથી આજે સવારે સુજાનબેનની જામનગર સ્થિત તેમના ઘર પાસે અંતિમ વિધિ કરાઈ હતી. જ્યારે સીમરનબેનની મેવાસામાં અંતિમવિધિ કરવામાં આવી હતી. આ બનાવે નાનકડા એવા મેવાસા ગામમાં અરેરાટી પ્રસરાવી દીધી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ જામનગરનો બ્લોચ પરિવાર કલ્યાણપુરના મેવાસામાં રહેતા પોતાના સંબંધીને ત્યાં ઈદ નિમિત્તે ફરવા ગયા પછી આ કરૂણાંતિકા સર્જાઈ છે. ગઈકાલે બપોરે મૃતક બંને તરૂણી તેમજ રૂબીનાબેન અને અન્ય બે વ્યક્તિ કપડા ધોવા માટે ઘરેથી નીકળ્યા હતા. મેવાસાની સીમમાં બોક્સાઈટની બંધ પડેલી ખાણમાં ભરાઈ રહેલા પાણીમાં કપડા ધોયા પછી આ વ્યક્તિઓ ડૂબી ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial