Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક

સામાજિક કાર્યકર ડો. કાશ્મીરાબેન રાયઠઠ્ઠાની અધ્યક્ષતામાં

ખંભાળિયા તા. ૨૦: ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણ અટકાવવા અને સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાય રહે તે હેતુથી સરકાર દ્વારા પીસી એન્ડ પીએનડીટી એક્ટ ૧૯૯૪ દ્વારા ઘડવામાં આવેલા છે. પીસી એન્ડ પીએનડીટી એક્ટ ૧૯૯૪નું જિલ્લા દેવભૂમિ દ્વારકામાં ક્ષતિરહિત અમલીકરણ થાય તે હેતુથી સામાજિક કાર્યકર ડો. કાશ્મીરાબેન રાયઠઠ્ઠાના અધ્યક્ષસ્થાને જિલ્લા એડવાઈઝરી કમિટી બેઠકનું આયોજન કરાયું હતું.

આ બેઠકમાં હોસ્પિટલોના રજીસ્ટ્રેશન, સોનોગ્રાફી મશીનો અને સીટી સ્કેન મશીનોના રજીસ્ટ્રેશન અને તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલી અરજીઓની ચર્ચા કરાઈ હતી. તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની સ્થળ તપાસણી અંગે રજૂ કરેલા અહેવાલો વંચાણે લઈ સોનોગ્રાફી સેન્ટરમાં એક્ટના અમલીકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે સમીક્ષા કરાઈ હતી. આયોજિત બેઠકમાં જિલ્લા એડવાઈઝરી સમિતિના સભ્યો તેમજ જનરલ હોસ્પિટલ ખંભાળિયાના તબીબી અધિકારીઓ હાજર રહ્યા હતા.

પીસી એન્ડ પીએનડીટી એક્ટ ૧૯૯૪ અંતર્ગત નોંધાયેલા સરકારી-બિનસરકારી ડોક્ટરોને પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ થયેલ જોગવાઈઓ, નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરી દ્વારા સૂચન કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh