Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુર તાલુકાના જોધપુર ગામમાં
ખંભાળીયા તા. ર૦: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જોધપુર ગામે સ્ટડી એરીયા બ્લોક લાઈમ સ્ટોન માઈનીંગ પ્રોજેકટમાં દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા ૩૬.૯.૭૦ હેકટર જમીન જેની ઉત્પાદન ક્ષમતા વર્ષે પાંચ લાખ ટનથી પણ વધુ છે તેની સુનાવણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જોધપુર ગામે રાખવામાં આવી હતી. જેમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનવણી ટૂંકા સમયમાં કોઈને જાણ વગર સંકેલી લેવાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
પાંચ લાખ ટન વાર્ષિક ક્ષમતા ઘરાવતી લીઝની આ લોક સુનવણી જેમાં વર્ષે કરોડોનો લાઈમસ્ટોન કાઢવાનો હોય તે જમીનની સુનવણીમાં સ્થાનિક જન પ્રતિનિધિઓ તા.પં. પ્રમુખ, જિ.પં.પ્રમુખ કે. મીડિયાને જાણ પણ નહતી થઈ!!
આ માઈનીંગ લીઝથી સ્થાનિક વિસ્તારને નુકસાન થતું હોય મોડેથી જાણ થતાં રાજકીય આગેવાનોએ સુનાવણીના સ્થળે જઈને વ્યાપક રજુઆત સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શંકાસ્પદ રીતે આ લોક સુનાવણીની ઝડપી તથા કોઈ પ્રચાર પ્રસાર વગરની કાર્યવાહી ભારે ચર્ચાસ્પદ સમગ્ર વિસ્તારમાં બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial